fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હોમ ક્વોરન્ટીન ફરજીયાત કરાયું

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસથી આવતા પ્રવાસીઓએ છેલ્લા ૧૫ દિવસમાં તેમણે લીધેલા અન્ય દેશોની મુલાકાતની વિગતો જણાવતું ફોર્મ ભરવું પડશે. પ્રવાસી આ ફોર્મમાં ખોટી માહિતી જણાવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમો હેઠળ તેની સામે કાર્યવાહી કરાશે. એટ રિસ્ક દેશોએથી આવેલા પ્રવાસીઓને કદાચ વિમાનમાંથી અગ્રતા ક્રમે બહાર નીકળવા દેવાય અને તેમના ચેકિંગ માટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. તથા એરપોર્ટ આથોરિટી દ્વારા અલગ કાઉન્ટરોની વ્યવસ્થા કરાશે. આ પ્રવાસીઓના શાસકીય વ્યવસ્થા મુજબના ક્વોરન્ટીન ઉપરાંત આગમના બીજા, ચોથા અને સાતમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરવાના રહેશે એમ આદેશમાં જણાવ્યું હતું.વિશ્વભરમાં કોરોનાવાઇરસના નવા સ્વરૃપ ઓમિક્રોનનો ફેલાવો થઇ રહ્યો હોવાની સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આવેલા આંતરરાષ્ટ્રીય તેમજ આંતરદેશીય (અન્ય રાજ્યોના) પ્રવાસીઓના વિમાન પ્રવાસ (એર ટ્રાવેલ) સંબંધી આકરાં નિયંત્રણો જાહેર કર્યા છે. ભારત સરકારે જણાવ્યા મુજબના ઓમિક્રોનની દ્રષ્ટિએ જાેખમકારક (એટરિસ્ક) દેશોએથી આવનારા પ્રવાસીઓ માટે શાસકીય વ્યવસ્થા મુજબના સાત દિવસના ક્વોરન્ટીનને ફરજીયાત કરતો આદેશ સરકારે જારી કર્યો છે. રાજ્યના નવ નિયુક્ત મુખ્ય સચિવ દેવાશિષ ચક્રવર્તીએ જારી કરેલા આ આદેશમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવનારા પ્રવાસીઓએ આગમનના ૪૮ કલાકમાં તેમનો આરટી- પીસીઆર ટેસ્ટ ફરજિયાતપણે નેગેટિવ હોવો જાેઇએ. જ્યારે એટ રિસ્ક સિવાયના દેશોએથી આવેલા પ્રવાસીઓએ પણ આરટી- પીસીઆર ટેસ્ટ ફરજીયાતપણે કરાવવો પડશે તથા ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન થવું પડશે. આ પ્રવાસીઓ પોઝિટીવ જણાશે તો તેમને હોસ્પિટલમાં ખસેડાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/