fbpx
રાષ્ટ્રીય

ઢાકામાં પાકિસ્તાનના ૨૬,૪૦૦ સૈનિકોને ભારતના ૩,૦૦૦ જવાનો ભારે પડયા

યુદ્ધ દસ્તાવેજાે મુજબ ભારતનું સૈન્ય ઢાકાથી ૩૦ કિમી દૂર હતું. જેકોબ અને નિયાઝી વચ્ચે ચર્ચા ચાલતી હતી તેના બે કલાકમાં પૂર્વ મોર્ચાના કમાન્ડિંગ ઈન ચીફ જનરલ જગજીતસિંહ અરોરા આવી પહોંચ્યા અને એ કે નિયાઝી પાસે શરણાગતિના દસ્તાવેજાે પર હસ્તાક્ષર કરાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાનનો પરાભવ થયો અને દુનિયાના નકશા પર બાંગ્લાદેશનો ઉદય થયો હતો. આ શરણાગતિ પાકિસ્તાનના ૨૬૪૦૦ સૈનિકો સામે ભારતના ૩૦૦૦ સૈનિકો અને સૈન્ય અધિકારીઓના મનોબળનો મહા વિજય હતો.૧૪ ડિસેમ્બરના રોજ ભારતીય સેનાએ એક ગુપ્ત સંદેશ આંતર્યો જેમાં બપોરે ૧૧ વાગે ઢાકાના ગર્વનર હાઉસમાં એક મહત્વની બેઠક થવાની હતી જેમાં પાકિસ્તાની પ્રશાસનના મોટા અધિકારીઓ ભાગ લેવાના હતા. ભારતીય સેનાએ આ દરમિયાન જ ગર્વનર હાઉસ પર બોંબ ફેંકવાનું નકકી કર્યુ. નકકી થયા મુજબ વાયુસેનાના મિગ-૨૧ વિમાનોએ બોંબ ફેંકીને મુખ્ય હોલની છત ઉડાડી દીધી. પાકિસ્તાનની સરકાર વતી વહિવટ સંભાળતા ગર્વનર મલિકે હુમલાથી ડરીને રાજીનામું આપી દીધું. ૧૬ ડિસેમ્બરના રોજ ભારતના અધિકારી મેજર જનરલ જેકૌબને ફિલ્ડ માર્શલ માણેક શાનો મેસેજ મળ્યો કે પાકિસ્તાની સૈન્ય શરણાગતિ સ્વીકારે તે માટે ઢાકા પહોંચો. પૂર્વી અને પશ્વિમ બંને મોરચે ભારતે યુધ્ધ પર પકકડ જમાવી લીધી હતી. જેકોબ જયારે પાકિસ્તાનના પૂર્વી કમાંડર એ કે નિયાઝીના ઓરડામાં દાખલ થયા ત્યારે સન્નાટો છવાઇ ગયો હતો. એકે નિયાઝી બોલ્યા કે કોણ કહે છે કે અમે શરણાગતિ સ્વીકારીએ છીએ અમે તો માત્ર યુદ્ધ વિરામની જ વાત કરીએ છીએ. જેકોબે કહયું કે છેલ્લા ૩ દિવસથી આપણે વાયરલેસ પર વાત કરીએ છીએ આનાથી સારો પ્રસ્તાવ મળી શકે તેમ નથી. એટલું જ નહી શરણાગત સૈનિકો અને પરીવાર સાથે સારો વ્યહવાર થશે એવી પણ ખાતરી આપી. જેકોબે નિયાઝીને ડરાવ્યા કે જાે શરણાગતિ નહી સ્વીકારો તો ભારતની વાયુસેનાને ફરી ઢાકા પર હુમલો કરવાનો આદેશ આપી દઇશ. એ સમયે પાકિસ્તાન પાસે ઢાકામાં ૨૬૪૦૦ સૈનિકો હતા જયારે ભારતના માત્ર ૩૦૦૦ જવાનો હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/