fbpx
રાષ્ટ્રીય

આઈએમએફના ડેપ્યુટી એમડી ભારતીય મૂળના ગીતા ગોપીનાથ બન્યાં

કોલકાત્તામાં જન્મેલાં અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલાં ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ડેપ્યુટી એમડી બન્યા છે. આઈએમએફમાં ઉચ્ચ હોદ્દો મેળવનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. અત્યારે ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે કાર્યરત છે. ૨૦૨૨થી તેઓ ચાર્જ સંભાવશે. તેઓ જીઓફ્રી ઓકામોટોની જગ્યા લેશે. ટેકનિકલી આ હોદ્દાને ફર્સ્‌ટ ડેપ્યુટી એમડી કહેવામાં આવે છે અને એમડી પછી તે બીજા નંબરનો સૌથી શક્તિશાળી પોર્ટફોલિયો ગણાય છે. ગીતા ગોપીનાથ છેલ્લાં ત્રણ વર્ષથી આઈએમએફમાં કાર્યરત છે. થોડાં વખત પહેલાં તેઓ આઈએમએફ છોડવાના છે એવી અફવાઓ પણ શરૃ થઈ હતી. તેઓ હાર્વર્ડમાં પ્રોફેસર બનશે એવી અટકળો વહેતી થઈ હતી. એ વચ્ચે તેમને ખૂબ જ મહત્વનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ૪૯ વર્ષના ગીતા ગોપીનાથને ભવિષ્યમાં આઈએમએફના એમડી બનવાની તક સર્જાય એવી પણ શક્યતા છે. ગીતા ગોપીનાથને પ્રમોશનની જાહેરાત કરતાં એમડી ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ કહ્યું હતું કે ગીતા ગોપીનાથનો રેકોર્ડ આઈએમએફમાં બહેતરીન રહ્યો છે. તેઓ હજુય આ સંગઠનમાં સેવા આપશે એ આનંદની વાત છે. ગ્લોબલ ઈકોનોમીના ક્ષેત્રે તેમનું આઈએમએફમાં ખૂબ જ મહત્વનું પ્રદામ રહ્યું છે. ગીતા ગોપીનાથે આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ પ્રમોશનથી તે બેહદ ખુશ છે. આઈએમએફમાં નવી ભૂમિકા ભજવવા તે તૈયાર છે અને સારામાં સારી રીતે કામ કરવાના તમામ પ્રયાસો કરશે. તેમણે ભારતમાં શરૃઆતનું શિક્ષણ મેળવ્યા પછી વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું.કોલકાત્તામાં જન્મેલાં અને દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થનારાં ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઈએમએફ)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યાં છે. ગીતા ગોપીનાથ આઈએમએફમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે કાર્યરત હતાં. તેઓ જીઓફ્રી ઓકામોટોની જગ્યા લેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/