fbpx
રાષ્ટ્રીય

ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર બનશે


એકંદરે ભારત આગામી દાયકામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહે તેવી શક્યતા છે એમ બજારના અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર લાંબા ગાળે સ્થાનિક અર્થતંત્ર સાથે સંકળાયેલા ઘણા પરિબળો આ ઝડપી ગતિને સમર્થન આપશે. આમાં સૌથી મહત્ત્વનો દેશનો ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ હશે. આના કારણે ભારતમાં ઉપભોક્તા ખર્ચમાં જાેરદાર વધારો થશે. એવો અંદાજ છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશનો ઉપભોક્તા ખર્ચ બમણો થઈ જશે જે અર્થતંત્રને ૩ ગણો વૃદ્ધિ કરવામાં પણ મદદ કરશે. રિપોર્ટ અનુસાર ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર ૨૦૨૦-૨૧માં ૭.૩ ટકાની સામે ૮.૨ ટકા પ્રતિ વર્ષ રહેવાનો અંદાજ છે.આ દાયકો ભારતીય અર્થતંત્ર માટે ઘણો સારો રહેવાની સંભાવના છે. અહેવાલ મુજબ ભારતનું જીડીપીનું બજાર મૂલ્ય ૨૦૨૧માં ૨,૭૦૦ અબજ ડોલરથી વધીને ૨૦૩૦ સુધીમાં ૮,૪૦૦ અબજ ડોલર થવાનો અંદાજ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન સ્થાનિક અર્થતંત્રમાં ૩ ગણાથી વધુ વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ ઝડપી વૃદ્ધિ સાથે ભારતીય જીડીપીનું કદ ૨૦૩૦ સુધીમાં જાપાન કરતાં વધી જશે,

જેનાથી ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીન પછી બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તે જ સમયે તે સમય સુધીમાં ભારતનો જીડીપી કદના સંદર્ભમાં જર્મની, ફ્રાન્સ અને બ્રિટનને પાછળ છોડી ગયો હશે.વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત જાપાનને પાછળ છોડી એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું કદ જર્મની અને યુકે કરતાં પણ વધારે હશે અને ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. વિશ્વના અર્થતંત્રમાં ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુકે પછી વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.અર્થતંત્રના નિષ્ણાનાતો અનુસાર આ દાયકો ભારતના નામે થવા જઈ રહ્યો છે. સ્થાનિક અર્થવ્યવસ્થા દાયકા દરમિયાન વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે એટલું જ નહીં, તે ૨૦૩૦ સુધીમાં જાપાનને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. શુક્રવારે ૈંૐજી માર્કેટ દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારતની તરફેણમાં બીજી ઘણી બાબતો લખવામાં આવી છે જે ભવિષ્યને લઈને ખૂબ જ સકારાત્મક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/