fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોરોનાની ઝપેટમાં ૪૮૧ ડોક્ટર આવ્યા

મુંબઈની આર્થર રોડ જેલમાં ૩૦ કેદીઓ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગમાં આ કેદીઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.જેને હાલમાં જેલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.ત્યારે હાલ રાજ્યમાં કોરોના વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ લાગ્યુ છે. ત્યારે નાગપુરમાં પણ ૨૫ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમચાર મળી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં મળી આવેલા આ પોલીસકર્મીઓમાંથી ૫ વરિષ્ઠ અધિકારીઓ છે.કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે.સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાંથી સામે આવી રહ્યા છે. મળતા અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૮૧ રેસિડેન્ટ ડોક્ટર કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ ડૉ. અવિનાશ દહીફળે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૮૧ રેસિડેન્ટ ડૉક્ટર્સ કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના ૩૪,૪૨૪ નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ કેસ વધીને ૬૯,૮૭,૯૩૮ થઈ ગયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે, જેથી મૃત્યુઆંક વધીને ૧,૪૧,૬૬૯ પર પહોંચ્યો છે. ઉપરાંત રાજ્યમાં ઓમિક્રોનનો આંતક પણ જાેવા મળી રહ્યો છે.મંગળવારે ઓમિક્રોનના ૩૪ કેસ સામે આવતા કુલ કેસ વધીને ૧૨૮૧ થયા છે. બીજી લહેર દરમિયાન મુંબઈમાં કોરોનાની સૌથી વધુ અસર જાેવા મળી હતી. મ્સ્ઝ્રના ડેટા અનુસાર, છેલ્લા ૧૧ મહિનામાં કોરોનાથી ૪,૫૭૫ લોકોના મોત થયા છે. તેમાંથી ૯૪ ટકા મૃતકો એવા છે જેમણે રસીકરણ કરાવ્યું ન હતું.જેથી વેક્સિનેશન ન કરાવનાર લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હોવાનુ સામે આવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/