fbpx
રાષ્ટ્રીય

તમારા બાળકની હાઇટ ઓછી છે? તો ખવડાવો આ સુપર ફુડ્સ, ફટાફટ વધી જશે લંબાઇ

બાળકના જન્મ પછી પેરેન્ટ્સને અનેક પ્રકારની ચિંતાઓ થવાની શરૂ થઇ જાય છે. જો બાળકનું ડાયટ સારું ના હોય તો તેના ગ્રોથમાં પણ અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ થવાના શરૂ થઇ જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર પેરેન્ટ્સે બાળકોના ડેઇલી રૂટિનમાં અનેક ઘણી વસ્તુઓને સામેલ કરવી જોઇએ જેથી કરીને તેને હાઇટને લઇને કોઇ પ્રશ્ન ના થાય. આજે અમે તમને કેટલીક હેલ્ધી વસ્તુઓ વિશે જણાવીશું જેથી કરીને તમારા બાળકની હાઇટમાં વધારો થાય અને બીજા કરતા ઓછી હાઇટ પણ ના રહે.

લીલા શાકભાજી

શિયાળાની ઋતુમાં અનેક પ્રકારના લીલા શાકભાજી તાજા આવતા હોય છે. લીલા શાકભાજીમાં ફાઇબર, આયરન, એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા અનેક ગુણો રહેલા હોય છે. તમે તમારા બાળકના ડેઇલી રૂટિનમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. લીલા શાકભાજી બાળકને ખવડાવવાથી પેટને લગતી અનેક તકલીફો પણ દૂર થાય છે. આનાથી હાડકાં પણ મજબૂત બને છે.

શક્કરિયા

નાના બાળકોથી લઇને મોટા લોકોએ પણ શક્કરિયા ખાવાની આદત પાડવી જોઇએ. શક્કરિયા અનેક પ્રકારના વિટામિન્સથી ભરપૂર હોય છે. જો તમારા બાળકની હાઇટ ઓછી હોય તો ડાયટમાં શક્કરિયાને અચુક ઉમેરો. જો તમે રેગ્યુલર બાળકને શક્કરિયા ખવડાવશો તો તેની હાઇટ સારા એવા પ્રમાણમાં વધશે અને પેટમાં થતા કૃમિઓમાંથી પણ છૂટકારો મળી જશે.

ઇંડા

તમારા બાળકની હાઇટ અને ગ્રોથમાં વધારો કરવા ડાયટમાં ઇંડાને અચુક સામેલ કરો. ઇંડામાં ઓમેગ-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય પ્રોટીન જેવા અનેક બીજા પોષક તત્વો પણ રહેલા હોય છે. અઠવાડિયામાં તમારા બાળકને 2-3 વાર ઇંડા ખવડાવવાની આદત પાડો. ઇંડા ખાવાથી બાળકની હાઇટને લગતા પ્રશ્નોનું સોલ્યુશન તો આવે છે પણ સાથે-સાથે તેના ગ્રોથમાં પણ સારો એવો વધારો થાય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/