fbpx
રાષ્ટ્રીય

ઘરે બનાવો આ ફેસ પેક, અને તરત જ ઓઇલી સ્કિનમાંથી મેળવો છૂટકારો

જો તમારી સ્કિન ઓઇલી છે તો આ ફેસ પેક તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. આ ફેસ પેકમાં એક પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી જેના કારણે તમારી સ્કિનને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી.

શિયાળામાં છોકરીઓ નિખાર લાવવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ બહાર મળતા બ્યુટી પ્રોડક્ટ્સમાં હેવી કેમિકલ્સ હોય છે જે સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. વધારે કેમિકલ્સને કારણે સ્કિનને અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ પણ થાય છે. આમ, જો તમે ઓઇલી સ્કિનથી પરેશાન છો તો તમારા માટે આ ફેસપેક સૌથી બેસ્ટ છે. આ ફેસ પેક તમે ઘરે જ બનાવી શકો છો જેમાં કેમિકલ બિલકુલ પ્રમાણમાં હોતા નથી જેના કારણે તમારી સ્કિન ડેમેજ થતી બચી જાય છે.

કેળા-મધનો ફેસ પેક
ઓઇલી સ્કિન માટે આ ફેસ પેક સૌથી બેસ્ટ છે. તમારી સ્કિન પરનું એક્સ્ટ્રા ઓઇલ ક્લિન કરવા માટે કેળા-મધનો આ ફેસ પેક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. કેળા સ્કિનને ક્લિન કરીને તેને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે જેનાથી સ્કિન પરનું ઓઇલ ઓછુ થઇ જાય છે. આ સાથે જ મધ સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરીને ચહેરા પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. આ માટે મધ-કેળાને બરાબર મિક્સ કરી લો અને પછી એને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ચહેરો ધોઇ લો.

લીંબુ અને દહીંનો ફેસ પેક
ઓઇલી સ્કિનમાંથી છૂટકારો મેળવવા માટે લીંબુ-દહીંનો ફેસ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે. વિટામીન સીથી ભરપૂર દહીં-લીંબુ સ્કિનને પોષણ કરવાનું કામ કરે છે. આ ફેસ પેક તમારી સ્કિનને ક્લિન કરીને નિખાર લાવવાનું કામ કરે છે. દહીં અને લીંબુમાં રહેલા ગુણો તમારી સ્કિનને ઓઇલ ફ્રી કરે છે.

આ ફેસ પેક બનાવવા માટે એક વાટકીમાં 1-1 ચમચી લીંબુનો રસ અને દહીં બરાબર મિક્સ કરો. ત્યારબાદ અડધી ચમચી હળદર મિક્સ કરીને સ્મુધ પેસ્ટ બનાવો. હવે આ તૈયાર મિશ્રણને ચહેરા પર તેમજ ગરદન મસાજ કરીને લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણીથી ચહેરો સાફ કરી લો. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં 3 વાર કરશો તો તમને ઓઇલી સ્કિનમાંથી છૂટકારો મળી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/