fbpx
રાષ્ટ્રીય

Health Alert: શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે કિડનીમાં થઇ ગઇ છે પથરી

આજકાલ અનેક લોકો કિડનીમાં પથરીની સમસ્યાથી પીડાતા હોય છે. જો કે કિડનીમાં પથરી થાય તો એનો દુખાવો વ્યક્તિને ખૂબ જ થાય છે જે સહન પણ થઇ શકતો નથી. આમ, જો શરીરના પાછળ ભાગમાં તમને કમરથી ઉપરના ભાગમાં દર્દ થઇ રહ્યું હોય તો આ વાતને તમે નજરઅંદાજ ના કરો અને તરત જ ડોક્ટરને બતાવો કારણકે આ તમને કિડની સ્ટોનનો સંકેત આપે છે.

આ સાથે જ કિડનીમાં પથરી હોય તો પેટમાં દુખાવા સાથે રક્તસ્ત્રાવ, સોજો આવવો તેમજ ઇન્ફેક્શન પણ થઇ શકે છે. જો કે આ લક્ષણો તમને સામાન્ય દેખાય છે પરંતુ એ સામાન્ય હોતા નથી. કિડની સ્ટોનની સમસ્યા ખતરનાક નથી પરંતુ જો તમે લાંબા સમય સુધી આ તકલીફ પર ધ્યાન નથી આપતા તો તમને શરીરમાં બીજુ નુકસાન પણ થઇ શકે છે. તો જાણી લો તમે પણ કિડની સ્ટોનના સામાન્ય લક્ષણો વિશે..

  • કિડની સ્ટોનને કારણે પીઠના નીચલા ભાગમાં ઘણાં લોકોને દુખાવો થતો હોય છે. ઘણા કિસ્સાઓમાં મુત્રવાહિનીમાં એક પથ્થર પણ ફસાઇ શકે છે, માટે જો તમને પણ આ પ્રકારનો દુખાવો થાય તો જરા પણ આ વાતને નજરઅંદાજ કરશો નહિં.
  • તમે જ્યારે બાથરૂમ કરવા જાવો અને તમને એ ભાગ પર બળતરા થાય તો આ વાતને ધ્યાને લેવી ખૂબ જરૂરી છે. આ માટે તમને જ્યારે આવું થાય તો તરત જ ડોક્ટરની સલાહ લો, કારણકે આનાથી બીજા પ્રકારનું ઇન્ફેક્શન પણ થઇ શકે છે.
  • કિડની સ્ટોનના દર્દીઓને ઘણી વાર વધુ પ્રમાણમાં ઉલટીઓ પણ થતી હોય છે, જે નસોને ટ્રિગર કરી શકે છે. આમ જો તમને વારંવાર ઉલટીઓ થતી હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
  • ઘણી વખત કિડની સ્ટોનને કારણે વારંવાર તાવ આવ્યા કરે છે અને ઠંડી પણ વધારે લાગતી હોય છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/