fbpx
રાષ્ટ્રીય

કિશન ભરવાડની હત્યાને લઇ રાજુલા સંપૂર્ણ બંધ, રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઇને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને રેલી કાઢીને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવી રહ્યુ છે. અમરેલી જિલ્લાનું રાજુલા પણ કિશન ભરવાડની હત્યાના પગલે સંપૂર્ણ બંધ રહ્યુ હતુ અને રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

રાજુલા શહેરની મુખ્ય બજાર સહિત વિવિધ બજારો બંધમા જોડાયા હતા. આ બંધ સવારથી બપોરના 2 વાગ્યા સુધી રહ્યો હતો. શહેરી જનો દ્વારા કિશન ભરવાડની હત્યા કરનારાઓને કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી. વિશ્વહિન્દુ પરિષદ દ્વારા રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામા આવ્યું હતુ. માર્કેટીંગ યાર્ડ ખાતે વિવિધ સંગઠનો એકત્ર થયા હતા અને શહેરમાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરી સુધી પહોચ્યા હતા અને આવેદનપત્ર આપવામા આવ્યું હતુ. 

કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે.

બાબરામાં પણ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યુ

બાબરામા પણ હિન્દૂ સંગઠન અને વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો દ્વારા 2 મિનિટનું મૌન પાળી કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તેની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/