fbpx
રાષ્ટ્રીય

વાળ સફેદ કેમ થાય છે, દર વખતે ભોજન નથી હોતું કારણ, જાણો આવુ કેમ થાય છે?

એક સમય હતો જ્યારે વાળના સફેદ થવાની અસર 50 વર્ષની ઉંમર પછી દેખાવાનું શરૂ થતુ હતુ. તેને અનુભવની નિશાની કહેવામાં આવતી હતી પરંતુ વર્તમાનમાં સ્થિતિ તેનાથી ઉંધી છે. હવે યુવાઓ જ નહી પણ બાળકોના વાળ પણ સફેદ થઇ રહ્યા છે. વૈજ્ઞાનિકો તેની તપાસ કરી રહ્યા છે. વાળના સફેદ થવા પર વૈજ્ઞાનિકોએ કઇક કહ્યુ છે તે જાણો.

સૌથી પહેલા સમજીયે કે, વાળનો રંગ કાળાથી સફેદ કેવી રીતે થઇ જાય છે. સાયન્સ ફોકસનો રિપોર્ટ કહે છે, વાળના કાળા દેખાવાનું કારણ છે મિલેનીન. આ એક પિગમેન્ટ હોય છે જે વાળનો રંગ આપે છે. જ્યારે શરીરમાં તેની કમી થાય છે તો વાળનો રંગ સફેદ થવા લાગે છે. માણસ જ નહી જાનવરોમાં પણ આ નિયમ લાગુ થાય છે. 

રિપોર્ટ કહે છે કે, વાળના મૂળના ભાગમાં મિલેનોસાઇટ્સ નામની કોશિકા હોય છે, આ મિલેનીનને તૈયાર કરે છે અને રિલીઝ કરે છે જેને કારણે વાળ કાળા જોવા મળે છે. જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય છે આ કોશિકાઓ પણ વૃદ્ધ થવા લાગે છે અને મિલેનીનનું નિર્માણ ઘટાડે છે, માટે વાળ સફેદ થવાના શરૂ થઇ જાય છે પરંતુ વર્તમાનમાં વૃદ્ધોમાં જ નહી, યુવાઓ અને બાળકોમાં પણ તેની અસર જોવા મળી રહી છે, જેના કેટલાક કારણ છે. રિપોર્ટ અનુસાર આવુ થવાના કેટલાક કારણ છે. જેમ શરીરમાં પોષક તત્વોની કમી, સ્મોકિંગ, બીમારી, કોઇ રીતનો આઘઆત અને તણાવ. નાની ઉંમરમાં પણ વાળના સફેદ થવાનું કારણ શું છે, તેને સમજવા માટે ન્યૂયોર્કની કોલંબિયા યૂનિવર્સિટી ઇરવિંગ મેડિકલ સેન્ટરના તપાસ કર્તાઓએ રિસર્ચ કરી છે. રિસર્ચમાં કેટલીક ચોકાવનારી વાતો સામે આવી છે.

તપાસ કર્તાઓનું કહેવુ છે કે, વાળના સફેદ થવાનું મોટુ કારણ છે તણાવ. સ્ટડીમાં આ સાબિત પણ થયુ છે. અધ્યયન દરમિયાન જ્યારે લોકોએ તણાવ લેવાનું બંધ કર્યુ તો તેમના વાળ ફરી કાળા થવા લાગ્યા હતા. જેને જોઇને વૈજ્ઞાનિક પણ ચોકી ગયા હતા. રિસર્ચ અનુસાર, તણાવ વાળના રંગ પર અસર નાખે છે. અધ્યયન દરમિયાન તેના પુરાવા પણ ભેગા કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/