fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાના કેસની ગતિ ધીમી પડી

ભારતમાં કોવિડ-૧૯ના ૮૩,૮૭૬ નવા કેસ નોંધાયા છે અને તેની સાથે દૈનિક કેસ ઘટીને એક લાખથી પણ ઓછા થઈ ગયા છે. આ દરમિયાન ૧,૯૯,૦૫૪ લોકોને રજા આપવામાં આવી હતી. જ્યારે ૮૯૫ મૃત્યુ નોંધાયા છે. સોમવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, દેશમાં કુલ સક્રિય કેસ હવે ૧૧,૦૮,૯૩૮ છે, જે મૃતકોની કુલ સંખ્યા ૫,૦૨,૮૭૪ પર પહોંચી ગયા છે. કુલ પોઝીટિવિટી દર ૭.૨૫ ટકા નોંધવામાં આવ્યો છે. કોરોના વાયરસ રસીકરણની વાત કરીએ તો તેનો આંકડો ૧,૬૯,૬૩,૮૦,૭૫૫ પર પહોંચી ગયો છે.કોરોના વાયરસની ઝડપ ઘટાડવા માટે દેશભરમાં ઈન્ડિયા વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

ડેટા દર્શાવે છે કે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૬૯.૬૩ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં ૧૧,૦૮,૯૩૮ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૭ દર્દીઓના મોત થયા છે. પરંતુ કેરળે બેકલોગ મૃત્યુનો નવો આંકડો આપ્યો છે, જે ૩૭૪ છે. જેના કારણે એક દિવસ માટે મૃતકોની સંખ્યા ૮૯૫ જણાવવામાં આવી છે. કેરળએ કેન્દ્ર સરકારને કુલ મૃત્યુઆંક ૫૧૫ આપ્યો છે. તેમાંથી ૧૩૭ દર્દીઓ એવા છે કે જેમણે એક દિવસમાં જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૩૭૪ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા, પરંતુ ગઈકાલે તેમના આંકડા સરકારને આપવામાં આવ્યા છે.

આ જ કારણ છે કે મૃત્યુઆંક આટલો વધી રહ્યો છે. બેકલોગ ડેથ એ મૃત્યુ પામેલા લોકોનો આંકડો કહેવાય છે, જે પાછળથી સરકારને આપવામાં આવે છે. કેટલીકવાર હોસ્પિટલો મૃત્યુઆંક છુપાવે છે, તો ક્યારેક તેઓ વિલંબથી સરકારને આપે છે. કેરળમાં આવું સતત થઈ રહ્યું છે. ઉદાહરણ ધારો કે ૨૯ જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં ૧૫ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા. પરંતુ તેમણે આ આંકડો ૩ ફેબ્રુઆરીએ સરકારને આપ્યો હતો. આ ૩ ફેબ્રુઆરીએ એટલે કે એક જ દિવસમાં રાજ્યભરમાંથી મૃત્યુઆંક ૧૬ પર પહોંચી ગયો. તેથી હવે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને આંકડા મોકલશે અને મૃત્યુઆંક ૩૧ થશે. તેમાંથી ૧૬ મૃત્યુ એક દિવસમાં થશે અને બાકીના ૧૫ બેકલોગ મૃત્યુ તરીકે ગણવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/