fbpx
રાષ્ટ્રીય

આ વાસ્તુ ટિપ્સથી ઘરમાં થશે પૈસાનો ઢગલો, સાથે અનેક કામમાં મળશે સફળતા

સામાન્ય રીતે તમે લોકોના મોંઢે સાંભળ્યુ હશે કે મહેનતનું ફળ મળતું નથી. અનેક લોકો ગમે તેટલી મહેનત કરે એમ છતાં એમને જોઇએ એવું પરિણામ મળતુ નથી અને અંતે તેઓ નિરાશ થઇ જતા હોય છે. જો કે આ પાછળ ક્યાંકને ક્યાંય વાસ્તુદોષ જવાબદાર હોય છે. જો તમે નાની-નાની વાતોનું ધ્યાન રાખતા નથી તો તમે અનેક જગ્યાએ પાછા પડો છો અને તમને નિષ્ફળતા મળે છે. તો આજે અમે તમને ઘરની દિશાઓને વાસ્તુ અનુસાર સજાવવાની કેટલીક ટિપ્સ બતાવીશું, જે તમને અનેક સફળતા અપાવશે.

પૂર્વ, ઉત્તર અથવા પૂર્વ-પ્રશ્વિમ દિશામાં કુબેર યંત્ર લગાવો

કુબેરેજીને ધનના દેવતા માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ યંત્રને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કુબેર દેવતાને માનવામાં આવે છે. ઘરમાં સુખ-સમુદ્ધિ માટે કુબેર યંત્રને આ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આનાથી પૈસા સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે અને ભાગ્યના દ્રાર ખુલી જાય છે. આ સાથે જ તમારે આ દિશામાં બુટ-ચંપલ ના મુકવા જોઇએ અને કોઇ પણ ફર્નિચર તેમજ ભારે સામાન રાખવાથી બચવું જોઇએ.

દક્ષિણ-પ્રશ્વિમમાં તિજોરી રાખો

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પ્રશ્વિમ દિશામાં તમારે તિજોરી મુકવી જોઇએ. માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને પૈસાની તકલીફ દૂર થાય છે.

ઉત્તર-પૂર્વમાં એક્વેરિયમ રાખો

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં એક્વેરિયમ રાખવાથી અનેક શુભ ફળ મળે છે. જો તમે આ દિશામાં એક્વેરિયમ રાખો છો તો તમારા ઘરમાં પૈસાની તકલીફ નહિં પડે અને તમને અનેક કામમાં સફળતા પણ મળશે. જો તમારા ઘરમાં આર્થિક તકલીફ પડતી હોય તો તમે એક્વેરિયમ લાવો અને આ દિશામાં મુકો. આ સાથે તમારી અનેક ઇચ્છાઓ પણ પૂરી થઇ જાય છે. એક્વેરિયમ આ દિશામાં રાખવાથી પરિવારજનોં વચ્ચે પ્રેમ પણ વધે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/