fbpx
રાષ્ટ્રીય

ગ્લોઇંગ અને સોફ્ટ સ્કિન માટે સ્ટ્રોબેરીનો આ ફેસ પેક તમારા માટે છે જોરદાર, જાણો ફાયદાઓ

સ્ટ્રોબેરી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. સ્ટ્રોબેરી ખાવાની જેટલી મજા આવે છે એટલી જ સ્કિન અને હેલ્થ માટે ફાયદાકારક છે. સ્ટ્રોબેરી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે જે સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે. સ્ટ્રોબેરીનો ફેસ પેક તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફેસ પેક તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.

સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજીંગ ગુણ હોય છે જે ચહેરા પરની કરચલીઓ અને ખીલને દૂર કરવાનું કામ કરે છે. તો જાણી લો તમે પણ આ ફેસ પેક બનાવવાની રીત

સ્ટ્રોબેરી-લીંબુ ફેસ પેક

સ્ટ્રોબેરીમાં રહેલા તત્વો સ્કિનને હાઇડ્રેડ કરવાનું કામ કરે છે. આ પેક તમને સૂર્યના કિરણોથી બચાવે છે. જો તમે આ પેક રેગ્યુલર લગાવો છો તો તમારો ચહેરો ગ્લો કરે છે અને સાથે-સાથે મુલાયમ અને હેલ્ધી પણ રહે છે.

આ ફેસ પેક બનાવવા માટે એક વાટકીમાં મેશ કરેલી સ્ટ્રોબેરી લો અને એમાં 4 થી 5 ટીપાં લીંબુના રસના એડ કરો. હવે આ તૈયાર પેસ્ટને ચહેરા અને ગરદન પર મસાજ કરીને લગાવો. ત્યારબાદ 15 મિનિટ સુધી આ પેક લગાવેલો રાખો અને પછી પાણીથી સાફ કરી લો. તમે આ પેકમાં સ્ટ્રોબેરીની સાથે લીંબુ એડ કરવા ના ઇચ્છતા હોવ તો દહીં પણ ઉમેરી શકો છો.

આ ફેસ પેક વિટામીન એ, સી અને એન્ટી એન્જીંગ ગુણોથી ભરપૂર છે જેના કારણે તમારા ચહેરા પર થયેલા ખીલ અને કાળા ડાધા ધબ્બા તરત રિમૂવ થઇ જાય છે અને સાથે ચહેરો ક્લિન થાય છે. જો તમારા ચહેરા પર બહુ ખીલ થયા હોય તો તમે આ પેક અચુક લગાવો. આ પેક લગાવવાથી તમારી સ્કિન અંદરથી ક્લિન થાય  છે અને સાફ કરીને પોષિત કરે છે.    

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/