fbpx
રાષ્ટ્રીય

ભારત અને યુએઈ વચ્ચે નવી વેપાર કરાર કરવામાં આવ્યો

ભારત અને સંયુક્ત આરબ અમીરાતે વેપારી સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર સહયોગને વધારવા માટે ભાવિ બ્લુપ્રિન્ટ રજૂ કરવા માટે વ્યાપક આર્થિક જાેડાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે ડિજિટલ મીટિંગ બાદ આ સમજૂતી થઈ હતી. ભારત વતી વેપાર કરાર પર વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને યુએઈના આર્થિક બાબતોના પ્રધાન અબ્દુલ્લા બિન તૌક અલ મારીએ હસ્તાક્ષર કર્યા હતા. ડિજિટલ માધ્યમ દ્વારા યોજાયેલી બેઠકમાં, ઁસ્ મોદી અને અલ નાહ્યાને ‘પ્રોગ્રેસ ઇન ઇન્ડિયા એન્ડ યુએઈ કમ્પોઝિટ સ્ટ્રેટેજિક એલાયન્સઃ ન્યૂ ફ્રન્ટિયર્સ, ન્યૂ માઇલસ્ટોન્સ’ નામનું સંયુક્ત વિઝન પેપર બહાર પાડ્યું. આ નિવેદનમાં ભારત અને યુએઈ વચ્ચે આગળ દેખાતા સહયોગ માટે રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે અને મુખ્ય ક્ષેત્રો અને પરિણામોની ઓળખ કરવામાં આવી છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઝ્રઈઁછ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર માટે ખૂબ મદદરૂપ થશે, જેમાં વિસ્તૃત માર્કેટ એક્સેસ અને નીચા ટેરિફનો સમાવેશ થાય છે. ઝ્રઈઁછ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર વર્તમાન ૬૦ બિલિયનથી વધારીને ૧૦૦ બિલિયન થવાની ધારણા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખુબ ખુશી છે કે બંને દેશો આજે વ્યાપક આર્થિક જાેડાણ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. નોંધનીય છે કે અમે ત્રણ મહિનાથી ઓછા સમયમાં આવા મહત્વના કરાર પર વાટાઘાટો કરી શક્યા છીએ.

સામાન્ય રીતે આ પ્રકારના કરાર માટે વર્ષો લાગે છે.તેમણે કહ્યું કે આ કરાર બંને દેશો વચ્ચે ઊંડી મિત્રતા, સહિયારી દ્રષ્ટિ અને વિશ્વાસને દર્શાવે છે. મને ખાતરી છે કે આ આપણા આર્થિક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરશે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે આ સાથે આગામી પાંચ વર્ષમાં બંને દેશોનો વેપાર ૬૦ અબજ ડોલરથી વધીને ૧૦૦ અબજ ડોલર થઈ જશે. વડાપ્રધાને કહ્યું કે અમે બંને દેશોમાં સંયુક્ત સંશોધન અને સંયુક્ત ભંડોળ દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. એ જ રીતે, અમારા લોકોના કૌશલ્ય વિકાસ માટે, અમે આધુનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્સલન્સને પણ સહકાર આપી શકીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.પીએમ મોદીએ કહ્યું કે ગયા મહિને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની યુએઈની સફળ મુલાકાત બાદ અમીરાતની ઘણી કંપનીઓએ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર, હોસ્પિટાલિટી સહિતના તમામ ક્ષેત્રોમાં યુએઈ દ્વારા રોકાણને આવકારે છે. અલ નાહયાન સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારા સંબંધોને મજબૂત બનાવવામાં તમારી અંગત ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. કોવિડ રોગચાળા દરમિયાન પણ તમે યુએઈના ભારતીય સમુદાયની જે રીતે કાળજી લીધી તેના માટે હું હંમેશા તમારો આભારી રહીશ. તેમણે કહ્યું કે અમે યુએઈમાં તાજેતરના આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ અને ભારત અને યુએઈ આતંકવાદ સામે ખભે ખભા મિલાવીને ઊભા રહેશે. બંને નેતાઓએ ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ અને સંયુક્ત આરબ અમીરાતની સ્થાપનાની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત ટપાલ ટિકિટ બહાર પાડી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/