fbpx
રાષ્ટ્રીય

તમારા ફોનમાં ઇન્ટરનેટ બહુ Slow ચાલે છે? તો ફોલો કરો આ સ્ટેપ્સ, વધી જશે સ્પિડ

આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને ઇન્ટરનેટની જરૂર પડતી હોય છે. ઇન્ટરનેટ વગર કોઇને પણ આ સમયમાં ચાલતુ નથી. જો કે ઘણાં લોકોને ઇન્ટરનેટ સ્લો ચાલવાની ફરિયાદ હોય છે. ઇન્ટરનેટ સ્લો ચાલવે કારણે અનેક લોકોના કામ અટવાઇ જતા હોય છે.

કામ અટવાઇ જવાને કારણે વ્યક્તિ ગુસ્સે થઇ જાય છે અને પોતાના કામનો ભાર વધી જાય છે. આમ, જો તમારા મોબાઇલમાં પણ ઇન્ટરનેટ સ્લો ચાલી રહ્યું છે તો તમે પણ આજે જ આ સેટિંગ કરો અને નેટને ફાસ્ટ કરી દો જેથી કરીને તમારું કામ અટવાય નહિં અને કામનો બોજ પણ ઓછો રહે.

ઘણી વખત સ્લો ઇન્ટરનેટનું કારણ તમારું ડિવાઇસ પણ હોય છે. તમને જણાવી દઇએ કે તમે હાઇ ઇન્ટરનેટ પર સ્વિચ કરીને ઇન્ટરનેટની સ્પીડ તમે વધારી શકો છો. તમે આ સ્ટેપ્સ ફોલો કરો અને નેટની સ્પિડ વધારી લો.

નેટની સ્પિડ વધારવા માટે સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમાં સેટિંગના ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ એમાં મોબાઇલ નેટવર્કનો તમને ઓપ્શન દેખાશે. એમાં તમે ટેપ કરો જેમાં તમારે નેટવર્ક પ્રોવાઇડર ઉપર જવાનું રહેશે અને પછી નેટવર્કના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ કરી લો પછી સિલેક્ટ ઓટોમેટેકલી પર ક્લિક કરવાનું રહેશે અને તેને ટર્ન ઓફ કરો. ટર્ન ઓફ કર્યા પછી તમને મેન્યુઅલી પોતાનું નેટવર્ક પ્રોવાઇડર સર્ચ કરવાનું રહેશે અને તેના પર ટેપ કરવાનું રહેશે. આમ, જ્યારે તમે આ બધા સ્ટેપ્સ ફોલો કરી લો એ પછી તમારે ફોન રિસ્ટાર્ટ કરવાનો રહેશે. આ બધી જ પ્રોસેસ પૂરી થયા પછી તમારા ફોનમાં નેટની સ્પીડ વધી જશે. તમને જણાવી દઇએ કે તમારા ફોન ઉપર 4G કે LTE નેટવર્ક સેટ કરવાનું રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/