fbpx
રાષ્ટ્રીય

તમે ક્યારે પણ ખાધા છે ‘મકાઇના લચ્છા પરાઠા’? જાણો કેવી રીતે બનાવશો ઘરે

તમે હોટલમાં લચ્છા પરોઠા તો ખાધા હશે પણ ક્યારે મકાઇ લચ્છા પરાઠા ખાધા છે? જો ના તો તમે પણ જલદી નોંધી લો આ રેસિપી અને બનાવો આજે ઘરે.

સામગ્રી

એક કપ મકાઇનો લોટ
એક કપ ઘઉંનો લોટ
ઝીણી સમારેલી કોથમીર
બે-ત્રણ ટેબલસ્પૂન ઘી
જીરું
સ્વાદાનુંસાર મીઠું
એક-બે ચમચી તેલ
ઝીણાં સમારેલા લીલા મરચા

બનાવવાની રીત

  • મકાઇના લચ્છા પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં મકાઇ અને ઘઉંનો લોટ લો.
  • ત્યારબાદ આ લોટમાં જીરું, મીઠું, લીલું મરચું અને કોથમીર એડ કરી બરાબર મિક્સ કરી દો.
  • હવે અંદર તેલ એડ કરી મસળો અને થોડું-થોડું પાણી એડ કરીને પરાઠાનો લોટ બાંધીને તૈયાર કરો.
  • હવે આ લોટને ઢાંકીને 15-20 મિનિટ માટે સેટ થવા મૂકી દો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી હાથ પર થોડું ઘી લગાવી લોટને થોડો મસળી ગોળ લુવા બનાવી દો.
  • હવે એક લુવાને અટામણ વાળું કરી રોટલીની જેમ વણી લો.
  • ત્યારબાર ઉપર થોડું ઘી લઈ ફેલાવી દો.
  • ધી ફેલાવ્યા પછી ઉપર થોડો કોરો લોટ નાખો.
  • હવે આ રોટલીની પાતળી-પાતળી સ્ટ્રીપ્સ કાપો.
  • આ સ્ટ્રીપ્સને એકબીજા પર મૂકીને થપ્પી કરો.
  • તેનો એક રોલ બનાવી લો અને કોર્નર ઉપર લઈ જઈને ચોંટાડી દો.
  • ત્યારબાદ અટામણ લઈને પરાઠા વણો.
  • હવે તવીને ગરમા કરવા મુકો.
  • તવીને ઘીથી ગ્રીસ કરી ઉપર પરાઠા શેકવા મૂકો.
  • ગોલ્ડન કલરના થાય એટલે પરોઠાને બીજી બાજુ પલટી થોડું ઘી લગાવો.
  • બંને બાજુ ઘી લગાવીને પરોઠાને ગોલ્ડન શેકવો.
  • આ જ રીતે બાકીના બધા જ પરાઠા બનાવીને તૈયાર કરો.
  • તો તૈયાર છે મકાઇના લચ્છા પરાઠા
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/