fbpx
રાષ્ટ્રીય

ડેંન્ડ્રફથી હંમેશ માટે છૂટકારો મેળવો આ તેલથી, વાળ થશે સિલ્કી પણ

હવે વાળમાં ખોડો થવો એ સામાન્ય વાત થઇ ગઇ છે. વાળમાં ખોડો થવાને કારણે વાળ ખરવા લાગે છે અને સાથે-સાથે વાળ ડેમેજ પણ વધારે થાય છે. આમ, જો તમારા વાળમાં ખોડો થઇ જાય છે આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

લીંબુનો રસ

જો તમે લીંબુનો રસ માથામાં લગાવો છો તો વાળમાંથી ખોડો ઓછો થઇ જાય છે અને સાથે ડેમેજ વાળ પણ સારા થવા લાગે છે. આ સાથે જો તમે લીંબુના રસને બદામના તેલમાં મિક્સ કરો છો એનાથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે અને સાથે વાળ પણ સિલ્કી થાય છે. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં 3 વાર કરવાની રહેશે.

આ તેલ નાંખ્યા પછી વાળને એક કલાક પછી હેર વોશ કરી લો. ધ્યાન રહે કે હેર વોશ નોર્મલ શેમ્પુથી કરવાના છે. શેમ્પુથી હેર વોશ કર્યા પછી વાળમાં કન્ડિશનર લગાવવાનું નથી.

મધનો ઉપયોગ કરો

વાળમાંથી ખોડો દૂર કરવા માટે મધ સૌથી બેસ્ટ છે. બદામનું તેલ, મધ અને કેળા તમારી આ સમસ્યાને ચપટીમાં દૂર કરી નાંખે છે. આ માટે એક બાઉલમાં મધ, બદામનું તેલ અને કેળાને સરખા પ્રમાણમાં લો અને એને બરાબર મિક્સ કરી લો. હવે આ તેલને તમારા વાળમાં લગાવો અને હળવા હાથે મસાજ કરો.  આ તેલ લગાવ્યા પછી એક કલાક સુધી રહેવા દો અને પછી હેર વોશ કરી લો.

હેર વોશ તમારે નોર્મલ શેમ્પુથી કરવાના છે અને હેર વોશ કર્યા પછી કન્ડિશનર લગાવવાનું નથી. આમ આ તેલ તમારે અઠવાડિયામાં 3 વાર લગાવવાનું રહેશે. જો તમે આ તેલ રેગ્યુલર લગાવશો તો વાળમાં ખોડો નહિં થાય અને સાથે તમારા વાળ સિલ્કી પણ થશે. આ સાથે બદામ તમારા વાળનો ગ્રોથ વધારવાનું પણ કામ કરે છે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/