fbpx
રાષ્ટ્રીય

નખ બહુ પીળા પડી ગયા છે? તો આ 2 ટિપ્સ છે બહુ અસરકારક, અજમાવો તમે પણ

નખ પર પ્રોપર ધ્યાન ના આપવાને કારણે અનેક લોકોના નખ પીળા પડી જતા હોય છે. નખ પીળા પડવાને કારણે તમારા હાથ બહુ જ ખરાબ લાગે છે. બહુ જ ઓછા લોકો જાણતા હોય છે કે પીળા નખને સુંદર કેવી રીતે બનાવવા. પીળા નખ દેખાવમાં ખૂબ જ ગંદા લાગે છે. જો તમે આ નખ પર નેઇલ પોલીશ કરો છો તો તમને બીજી એલર્જી થવાના ચાન્સિસ પણ વધી જાય છે. તો તમે પણ તમારા પીળા પડી ગયેલા નખને આ રીતે બનાવો સુંદર…

નારંગી

તમારા નખ પીળા પડી ગયા છે તો તમે આ નખ પર નારંગીના છોતરા ઘસો. નારંગીના છોતરા નખ પર ઘસવાથી પીળાશ ઓછી થઇ જાય છે અને ધીમે-ધીમે નખ વ્હાઇટ થવા લાગે છે. નખની પીળાશ દૂર કરવા માટે નારંગીના છોતરા ફ્રેશ હોય એ ખૂબ જ જરૂરી છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા નખની પીળાશને દૂર કરવાનું કામ કરે છે.  બેકિંગ સોડામાં રહેલું બ્લીચીંગ તમારી નખની પીળાશને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે એક ચમચી બેકિંગ સોડા લો અને એમાં અડધી ચમચી ઓલીવ ઓઇલ મિક્સ કરો. ત્યારબાદ એમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એને જાડી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને તમારા પીળા નખ પર લગાવો.

જો તમે અઠવાડિયામાં 3 થી 4 વાર આ પ્રોસેસ કરશો તો તમારા પીળા નખ વ્હાઇટ થવા લાગશે. આ પેસ્ટ લગાવવા માટે તમે મુલાયમ બ્રશનો ઉપયોગ કરો અને પછી એનાથી નખ પર સ્ક્રબ કરો. સ્ક્રબિંગ કર્યા પછી નવશેકા પાણીથી નખ ધોઇ લો અને કોરાં કપડાથી લૂંછી લો. આ પેસ્ટ લગાવવાથી નખને અલગ જ ટ્રિટમેન્ટ મળે છે અને તમારા નખ પણ થોડા દિવસોમાં ચકચકાટ થવા લાગશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/