fbpx
રાષ્ટ્રીય

૧૦ વર્ષ જૂના ટ્રેક્ટર બંધ કરવા સામે ખેડુતોનો વિરોધ

આગામી તા.૧ એપ્રિલથી દ્ગઝ્રઇ ક્ષેત્રમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યો છે. જેમાં ખેડૂતોના ટ્રેક્ટર પણ આ પ્રતિબંધની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ મુદ્દે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. ખેડૂતોએ જાહેર કર્યું છે કે, તેઓ આ કાયદો હરિયાણામાં લાગુ થવા દેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ હરિયાણા ખેડૂતો કેન્દ્રીય કૃષિ કાયદાને રદ્દ કરાવ્યા હતા. હરિયાણા સરકાર કેન્દ્ર સરકારને અપીલ કરશે કે નેશનલ કેપિટલ રિજન એટલે કે દ્ગઝ્રઇમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલવાળા વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જારી કરવામાં આવેલી નીતિમાં ખેડૂતોના ટ્રેક્ટરનો સમાવેશ ન કરે.

આ માટે હરિયાણા સરકાર દ્વારા ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવામાં આવશે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ‘છેલ્લી વખત પણ અમે ટ્રેક્ટરને એનજીટીમાંથી બહાર કરાવ્યું હતું.’ વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રના બીજા દિવસે રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા બાદ મુખ્યમંત્રીએ ગઇકાલે (૦૩/૦૩/૨૦૨૨) પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા. ૧૦ વર્ષ જૂના વાહનની નીતિને કારણે દ્ગઝ્રઇના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમના પર નવું ટ્રેક્ટર ખરીદવાનું દબાણ રહેશે, જેની સરેરાશ કિંમત ૧૦ લાખ રૂપિયા સુધીની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (દ્ગય્‌) મુજબ, આગામી તા. ૧ એપ્રિલથી, દ્ગઝ્રઇમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ગત મહિને મુખ્યમંત્રી મનોહરલાલે કહ્યું હતું કે, તેનો કડક અમલ કરાવવામાં આવશે. પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે તેઓ આ કાયદો હરિયાણામાં લાગુ થવા દેશે નહીં. કૃષિ કાયદાની જેમ સરકારે ખેડૂતો માટે આ આદેશ પણ પાછો ખેંચવો પડશે. ખેડૂતોનું કહેવું છે કે આ સમયે ૧૦ લાખની કિંમતનું ટ્રેક્ટર આવે છે. જાે તેમને ૧૦ વર્ષમાં નવું ટ્રેક્ટર લેવું હોય તો દર વર્ષે એક લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે.

ખેડૂતોના આ વિરોધને જાેતા હવે હરિયાણા સરકાર આ મામલે કેન્દ્ર સાથે વાતચીત કરવાનું વિચારી રહી છે. જ્યારે નિરાધાર પ્રાણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે, આવા પ્રાણીઓ માત્ર હરિયાણાના જ નથી, પરંતુ રાજસ્થાન, પંજાબ અને ગુજરાત જેવા રાજ્યોમાંથી ત્યાંના લોકો લાવે છે. પાછા જતી વખતે, માત્ર દૂધાળા પશુઓ જ સાથે લઈ જાય છે, અને અન્ય બિનઉપયોગી પ્રાણીઓને હરિયાણામાં જ છોડી દેવામાં આવે છે. વર્તમાન સરકારે ગૌ સેવા આયોગની રચના કરી છે તેનું બજેટ પણ વધ્યું છે. આ ઉપરાંત ગામડાઓમાં પંચાયતી જમીન પર ગૌશાળાઓ બનાવવા માટે પણ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ”ગૌશાળાઓમાં ગૌમૂત્ર, ખાતર અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નિરાધાર પશુઓની સમસ્યાનો ઉકેલ જનતાના સહકારથી જ શક્ય છે. આ માટે સરકારની સાથે સામાજિક સંસ્થાઓ અને લોકોએ પણ આગળ આવવું જાેઈએ.” અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્ય બલરાજ કુંડુએ પાકના નુકસાનને લગતો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો મુખ્યમંત્રીએ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તા. ૧ માર્ચના કરાથી રવિપાકને થયેલા નુકસાન માટે ખાસ ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં, ભિવાની, ચરખી દાદરી, ઝજ્જર જિલ્લામાં કરા પડવાને કારણે પાકને નુકસાન થયું હતું. મુખ્યમંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે સામાન્ય રીતે રાજ્યમાં રવિપાકોની ગણતરીનું કામ તા. ૨૮ ફેબ્રુઆરી સુધી કરવામાં આવે છે. આ વર્ષે ગત તા. ૨૫-૨૬ ફેબ્રુઆરીએ હરિયાણામાં અતિવૃષ્ટિ થઈ છે, તેથી આ કામ અત્યારે માર્ચમાં થઈ રહ્યું છે. સ્પેશિયલ ગિરદાવરી (ગણતરી) પૂર્ણ થતાંની સાથે જ વળતર સીધું ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અત્યારે ડાંગર, કપાસ, બાજરી જેવા ખરીફ પાક માટે વળતરની રકમનું વિતરણ ચાલુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/