fbpx
રાષ્ટ્રીય

આ માપથી ઘરે બનાવો પરફેક્ટ ‘મોહનથાળ’, ખાવાની બહુ મજા પડી જશે

જ્યાં ગુજરાતી હોય ત્યાં ગળ્યું તો હોય જ…દરેક ગુજરાતીઓને ગળ્યું ખાવાનું પસંદ હોય છે. એમાં પણ જો કોઇ ગરમાગરમ મોહનથાળ બનાવે તો…મોહનથાળ દરેક ગુજરાતીને ભાવતો હોય છે. આમ જો તમારાથી પણ પરફેક્ટ મોહનથાળ ના બનતો હોય તો આ રેસિપી નોંધી લો તમે પણ…

સામગ્રી

1.5 કપ ચણાનો લોટ

1/2 કપ ખાંડ

1/2 કપ ફ્રેશ દૂધ મલાઈ

દૂધ

ઘી

ડ્રાયફ્રૂટ્સ

બનાવવાની રીત

  • મોહનથાળ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં ચણાનો કરકરો લોટ લો.
  • હવે આ લોટને ચાળી લો. જો તમે ઘરે દળેલો લોટ લો છો તો વધારે સારું.
  • આ લોટમાં એક ટેબલ સ્પૂન ઘી ઉમેરો
  • ત્યારબાદ એક ચમચી જેટલું સહેજ ગરમ કરેલ હુંફાળું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો. મિક્સ કરતી વખતે ધ્યાન રાખો કે એ સુંવાળું રહે.
  • હવે પછી કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો.
  • ઘી ગરમ થઈ જાય એટલે એમાં ચણાનો કકરો લોટ એડ કરો.
  • હવે આ મિશ્રણમાં એલચી પાવડર ઉમેરીને આછા બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે ચાસણી બનાવવા માટે એક કડાઈ લો અને એમાં ખાંડ ઉમેરો.
  • ત્યારબાદ ખાંડ ડૂબે એટલું અડધું પાણી ઉમેરો.
  • હવે આ પાણી ઉમેર્યા બાદ બે તારની ચાસણી ત્યાં સુધી ઉકાળો.
  • ત્યારબાદ ચણાના કકરા લોટનું મિશ્રણ ઠડું થઈ જાય એટલે એમાં ધીરે ધીરે ચાસણી નાંખીને સતત હલાવતા રહો.
  • હવે આ મિશ્રણને મોહનથાળના પતરામાં ઢાળી દો અને થપથપાવો
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે ઉપરથી ડ્રાયફ્રૂટ્સ નાંખો.
  • તો તૈયાર છે મોહનથાળ.
  • જો તમે આ માપથી મોહનથાળ બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/