fbpx
રાષ્ટ્રીય

પંજાબની જીત બાદ કેજરીવાલ ગુજરાતમાં એપ્રિલમાં સભા ગજવશે

અરવિંદ કેજરીવાલની પંજાબમાં જીત મેળવ્યા બાદ નજર મોદીના ગઢમાં એટલે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ઉપર છે. એપ્રિલ મહિનાના પહેલા વીકમાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં અમદાવાદ ખાતે આવે તેવી શક્યતાઓ છે. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી એક સાથે રોડ શોમાં ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વિધાનસભાનું રણશિંગું ફૂંકવા માટે અમદાવાદથી કેજરીવાલ રોડથી શરૂઆત કરશે. સમગ્ર રાજ્યમાં કેજરીવાલ પંજાબમાં મળેલી જીતનું પુનરાવર્તન કરવા માટે ગુજરાત માટેની રણનીતિ નક્કી કરી લીધી છે.

જે મુદ્દાઓ પંજાબમાં આપે ઉઠાવ્યા હતાં. તે જ મુદ્દાઓ ગુજરાતમાં પણ ઉઠાવશે. આમ આદમી પાર્ટી દ્વારા યુવાનોને મહિલાઓને અને આદિવાસી સમાજને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં યુવાનો સાથે રાજ્યભરમાં યુવા અધિકાર આંદોલન શરૂ કરશે. મહિલા સંવાદ કાર્યક્રમ થકી મહિલાઓ પર થતા અત્યાચારો અને મોંઘવારીના મુદ્દે સંવાદ સાધવામાં આવશે. તેમજ રાજ્યભરમાં શિક્ષણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારી સ્તરે બાળકોને સારું શિક્ષણ કેવી રીતે મળી રહે તે બાબતે સન વાત કરવામાં આવશે. આદિવાસીઓના મૂળભૂત અધિકારને લઈને કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ડો. અર્જુન રાઠવાના અધ્યક્ષ સ્થાને આદિવાસી અધિકાર આંદોલન શરૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી માઈક્રો મેનેજમેન્ટ સાથે આગળ વધી રહી છે. રાજ્યના ૫૨,૦૦૦ જેટલા બૂથો ઉપર અત્યાર સુધીમાં ૩૨,૦૦૦ બૂથ ઇન્ચાર્જની નિમણૂંક કરી દેવામાં આવી છે. આગામી બે મહિનામાં અન્ય ૨૦,૦૦૦ બૂથ ઈન્ચાર્જની પણ નિમણૂંક કરી દેવામાં આવશે.

અમદાવાદ ખાતે ૨૦ માર્ચે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ વિધાનસભાના પ્રભારીઓને બોલાવવામાં આવશે. વિધાનસભામાં સંગઠનાત્મક, જનસંપર્ક કેન્દ્ર ખોલવા બાબતે, જન સુવિધા કેન્દ્ર માટે કામગીરી થશે. જે તે વિધાનસભાના પ્રબુદ્ધ લોકોને જાેડવાનો પ્રયાસ કરવામાં આવશે. દરેક વિધાનસભામાં પેજ કમિટી સુધી કામગીરી કરવામાં આવશે. બૂથ ચલો યાત્રા એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવશે. દરેક બૂથના ઈન્ચાર્જને જવાબદારી સોંપી છે. તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. જેમાં શેરીએ-શેરીએ નુક્કડ નાટકો પણ કરવામાં આવશે. બૂથ ઇન્ચાર્જની તમામ જવાબદારી હશે કે, તેના બૂથ ઉપર પેજ સમિતિ કઈ રીતે કામગીરી કરી રહી છે. ત્યાંના મતદારો સાથે સંપર્ક વધુમાં વધુ રહે અને આમ આદમી પાર્ટી તરફેણમાં લોકોની માનસિકતા ઊભી થાય તે પ્રકારના કામની રાજનીતિ થકી દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ આગળ વધવાનું નક્કી કર્યું છે. આપ દ્વારા એક તૈયાર કરવામાં આવશે. એક વિધાનસભાની અંદર ત્રણ લાખ જેટલા પણ મતદારો હોય તો તમામ વિગતો એને ઉપર ઉપલબ્ધ હોય તેની તૈયારી કરવામાં આવશે. એક વિધાનસભામાં ઓછામાં ઓછા ૧૨,૦૦૦ હજાર જેટલા કાર્યકર્તાઓને તૈયાર કરવા માટેની સંગઠનાત્મક તૈયારી શરૂ થઈ ગઈ છે. ભાજપની સામે ટક્કર ઝીલવા માટે આઈટી સેલને પણ વધુ સક્રિય કરવા માટે રણનીતિ ઘડવામાં આવી છે. સોશિયલ મીડિયાની એક ટીમ દરેક વિધાનસભા ઉપર પોતાની રીતે કામ કરશે. તેમજ પ્રદેશ લેવલ ઉપર પણ સોશિયલ મીડિયાની ટીમ અલગ મોરચો સંભાળશે. પ્રજાનો ભારતીય જનતા પાર્ટી સામેનો રોષ અને કોંગ્રેસના નબળા સંગઠનનો લાભ આમ આદમી પાર્ટી ઉઠાવવાનો પ્રયાસ કરશે. ભ્રષ્ટાચાર રોજગારી મોંઘવારી સહિતના ગરીબ અને મધ્યમ વર્ગને પડશે તેવા મુદ્દાઓ અને સચોટ રીતે રજૂ કરવા માટે કામ શરૂ થયું છે. પંજાબમાં જે રીતે મહિલાઓ સૌથી વધુ મતદારોએ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ દાખવ્યો છે. તે રીતે ગુજરાતના પણ મહિલાઓ આપ તરફ મતદાન કરે તેના માટે અલગ અલગ યોજના બનાવવામાં આવી છે. પંજાબમાં જે મુદ્દાઓ મહિલાઓ સમક્ષ રજૂ કરાયા હતા એવા જ મુદ્દાઓ ગુજરાતની મહિલાઓ સામે પણ રજૂ કરાશે જેમાં મહિલાઓને સુરક્ષા અને આર્થિક રીતે પગભર થવા માટે અલગ-અલગ જાહેરાત કરશે. દિલ્હી માફક પંજાબમાં પણ જે કામો થશે તે કામોને ગુજરાતમાં પ્રચાર માટે ઉપયોગ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/