fbpx
રાષ્ટ્રીય

Homemade Scrubs: સન ટેનથી છુટકારો મેળવવા માટે ઘરે જ બનાવો હોમમેડ સ્ક્રબ

વધુ પડતા સૂર્યપ્રકાશને કારણે ત્વચા પર ટેન આવી જાય છે. ત્યારે આજે અમે આપને કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જણાવીશુ કે જે તમારને સન ટેનથી છુટકારો અપાવશે.

દહીં સ્ક્રબ
આ માટે તમારે એક ચમચી દહીં અને અડધી ચમચી મધની જરૂર પડશે. આ મિશ્રણને ચહેરા અને ગરદન તેમજ શરીરના અન્ય અસરગ્રસ્ત ભાગો પર લગાવો. થોડીવાર મસાજ કરો. તેને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. પછી સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

હળદર, દૂધ અને મધ
આ ત્રણ વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા, ગરદન, હાથ અને જ્યાં પણ ટેનિંગ થયું હોય ત્યાં લગાવો. તેને થોડીવાર રહેવા દો અને પછી સ્ક્રબ કરતા કરતા તેને કાઢો. ચહેરાને પાણીથી ધોયા બાદ ગુલાબજળનો છંટકાવ કરો અને મોઇશ્ચરાઇઝર લગાવો.

મુલતાની માટી
મુલતાની માટીનો ઉપયોગ ત્વચા માટે લાંબા સમયથી કરવામાં આવે છે. આ માટે એક કે બે ચમચી મુલતાની માટી લો, તેમાં ગુલાબજળ અને કાકડીનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને ત્વચા પર સારી રીતે લગાવો અને સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ લો.

ઓટ્સ સ્ક્રબ
ઓટ્સ પાવડર બનાવવા માટે 2-3 ચમચી કાચા ઓટ્સને મિક્સરમાં નાખો. 3 ચમચી દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા, ગરદન અને શરીરના અન્ય અસરગ્રસ્ત ભાગો પર લગાવો. થોડી મિનિટો માટે આંગળીના ટેરવે હળવા હાથે મસાજ કરો. 15 થી 20 મિનિટ માટે રહેવા દો. પછી ત્વચાને પાણીથી ધોઈ લો. ટેન દૂર કરવા માટે તમે અઠવાડિયામાં 2 થી 3 વાર ઘરે બનાવેલા આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/