fbpx
રાષ્ટ્રીય

ખીલની સમસ્યાને જળમુળમાંથી ભગાવવા માટે ફેસ પર લગાવો આ સીરમ..

ચહેરા પર ખીલ  એક સામાન્ય ઘટના છે. જો કે પિમ્પલ્સનું પ્રમાણ વધી જાય તો યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવાથી ચહેરા પર પિમ્પલ્સ દુર થઈ શકે છે.  ખાસ વાત એ છે કે પિમ્પલ્સને દૂર કરવા એકદમ મુશ્કેલ છે. નિષ્ણાતોના મતે બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સની જગ્યાએ કુદરતી ઉત્પાદનો.વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ત્યારે અમે આપને ઘરેલુ નુસ્ખા જણાવીશું..

ગાજરનો રસ
ગાજરમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચાને સુધારે છે અને રંગ પણ નિખારે છે. આ સીરમ લગાવતા પહેલા તમારે તમારી ત્વચાના પ્રકારનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેને બનાવવા માટે ત્રણ ચમચી ગાજરના રસમાં આર્ગન ઓઈલ અને રોઝ ઓઈલ મિક્સ કરો. બરાબર મિક્ષ કરીને બોટલમાં ભરી રાખો. રાત્રે સૂતા પહેલા અને સવારે ચહેરો ધોયા પછી આ સીરમ ચહેરા પર લગાવો.

લીમડાના ઝાડના પાંદડા
લીમડાના ઔષધીય ગુણ ખીલ દૂર કરવામાં ફાયદાકારક છે. લીમડાના પાનમાંથી સીરમ બનાવવા માટે 4 થી 5 લીમડાના પાનને બારીક કાપો અને તેમાં એક ચમચી એલોવેરા જેલ અને ટી ટ્રી ઓઈલ મિક્સ કરો. ગુલાબજળ ઉમેરો. સારી રીતે મિક્સ કર્યા પછી, આ ફેસ સીરમને એક બોટલમાં રાખો અને તેને અઠવાડિયામાં ત્રણ વાર રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો.

જોજોબા તેલ
આ ફેસ સીરમ બનાવવા માટે જોજોબા ઓઈલ સિવાય તમારે ટી ટ્રી ઓઈલ અને લેમન ગ્રાસ ઓઈલની પણ જરૂર પડશે. તૈલી ત્વચાવાળા લોકો માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે આ બધા તેલને એક બાઉલમાં મિક્સ કરીને બોટલમાં ભરી રાખો. આ સીરમને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો. પિમ્પલ્સ ઘટાડવાની સાથે ત્વચામાં પણ ચમક આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/