fbpx
રાષ્ટ્રીય

કોરોનાનો જંગ નહીં કરે હોળીના રંગમાં ભંગ : આ વર્ષે પીચકારી અને રંગની ખરીદીમાં વધારો થયો છે પરંતુ કોરોનાને કારણે પ૦ ટકા જ ઉત્પાદન : યુદ્ધને કારણે ખજુરના ભાવમાં ૩પ થી ૪૦ ટકાનો વધારો

જયારથી કોરોનાનું આગમન થયું છે ત્યારથી તહેવારોના રંગમાં ભંગ પડયો છે. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે. ત્રીજી લહેર દફન થવાનાં આરે છે. ત્યારે સરકારે પણ લોકોનોને તહેવારોની ઉજવણી માટે મોટી છૂટ આપી દીધી છે. જેના કારણે લોકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહયો છે. હોળી-ધૂળેટીનાં તહેવારોને માત્ર બે થી ત્રણ દિવસ બાકી છે ત્યારે પોરબંદરમાં હોળી-ધૂળેટીનાં તહેવારોની ઉજવણીનો રંગ જમાવ્યો છે. બજારમાં અવનવી પીચકારીઓ, અલગ- અલગ પ્રકારનાં રંગો, ધાણાં, ખજુર, પતાશાનાં ઢગલા જોવા મળી રહયા છે. જેના કારણે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહયો છે. કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થતા સરકારે સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં ઘણીબધી છૂટ આપી દીધી છે. હવે હોળી-ધૂળેટીનાં તહેવારો નજીક આવી રહયાં છે. ત્યારે પોરબંદરવાસીઓમાં પણ આ તહેવારની ઉજવણીને લઇને અગમ્ય ઉત્સાહ જોવા મળી રહયો છે. તા.૧૭ માર્ચે  હોલીકા દહન કરવામાં આવશે. અને બીજા દિવસે ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર હવે ઢુકડો આવી ગયો છે. ત્યારે પીચકારી અને કલરના બજારનાં વાત કરીએ તો વેપારીના જણાવ્યાં અનુસાર આ વખતે માત્ર પીચકારીનાં ભાવમાં વધારો થયો છે.

વિવિધ રંગોની વાત કરીએ તો કોરોનાને કારણે રંગોનું ઉત્પાદન માત્ર પ૦ ટકા જ જેવું થયું છે. સામે રંગોની માંગ પણ વધી છે. જોકે ભાવમાં ખાસ કોઇ વધારો થયો નથી. આ કલર યુપીથી આવે છે તેમજ પીચકારીનું ઉત્પાદન દિલ્હીમાં થાય છે. પોરબંદર શહેરનાં વિવિધ વિસ્તારોમાં પીચકારી અને કલરનાં સ્ટોલ અને રેકડી જોવા મળી રહી છે. અને ખરીદીમાં પણ જોમ આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. ખાસ કરીને અવનવી પીચકારીઓએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. તો હોળીધૂળેટીનાં તહેવારોમાં ખજુર, ધાણી, દાળીયા, પતાશા અને હાયડાની પણ લોકો ખરીદી કરતાં હોય છે. આ ખરીદીમાં પણ તેજી જોવા મળી રહી છે. જોકે રશીયા અને યુક્રેનના . ઠીક છે તહેવારોને લઇને ભાવવધારો થતો હોય છે. પરંતુ પોરબંદરવાસીઓ હોળી-ધૂળેટીનાં તહેવારોની ઉજવણી માટે આતુર બન્યાં છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/