fbpx
રાષ્ટ્રીય

ગૌતમ અદાણીએ એલન મસ્ક અને જેફ બેજોસને પાછળ છોડ્યા, કમાણીમાં નંબર વન બન્યા

એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ વર્ષ 2021માં પોતાની સંપત્તિમાં 49 બિલિયન અમેરીકન ડૉલરનો વધારો થયો છે. ગૌતમ અદાણીની આ કમાણી વિશ્વના ટોપ થ્રી અબજપતિઓ એલન મસ્ક, જેફ બેજોસ અને બર્નાર્ડ અરનૉલ્ટની વર્ષ 2021માં કરવામાં આવેલી કમાણીના કુલ જોડથી પણ વધારે છે. 2022 એમ 3 એમ હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટે આ મામલે જાણકારી આપી છે.

જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી 103 બિલિયન અમેરિકન ડૉલરની સંપત્તિ સાથે સૌથી અમીર ભારતીય બનેલા છે. જ્યારે પોર્ટ-ટૂ-એનર્જી ગ્રુપ અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણી બીજા નંબર પર છે, તેમની સંપત્તિ 153 ટકા વધીને 81 અબજ ડૉલર થઇ ગઇ છે. યાદીમાં કહેવામાં આવ્યુ છે કે ગત 10 વર્ષમાં જ્યા અંબાણીની સંપત્તિ 400 ટકા વધી છે જ્યારે અદાણીની સંપત્તિમાં 1830 ટકાનો વધારો થયો છે. એચસીએલના શિવ નાદાર 28 બિલિયન અમેરિકન ડૉલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાન પર છે. તે બાદ સીરમ ઇંસ્ટીટ્યૂટના સાઇરસ પૂનાવાલા (26 બિલિયન અમેરિકન ડૉલર) અને સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી એન મિત્તલ (25 બિલિયન અમેરિકન ડૉલર) છે.

એમ3એમ હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટે એક નિવેદનમાં કહ્યુ, 59 વર્ષીય ગૌતમ અદાણી એમ3એમ હુરૂન ગ્લોબલ લિસ્ટ 2022માં સૌથી વધુ લાભ મેળવનારા બિઝનેસમેન છે અને તેમણે ગત વર્ષે પોતાની સંપત્તિમાં 49 અબજ ડોલર જોડ્યા છે. તેમની કુલ સંપત્તિમાં વૃદ્ધિ એલન મસ્ક, જેફ બેજોસ અને બર્નાર્ડ અરર્નોલ્ટ  જેવા ટોચના ત્રણ વૈશ્વિક અબજપતિઓ કરતા ઘણી વધારે છે. મુકેશ અંબાણીની સંપત્તિ 2021માં 20 બિલિયન અમેરિકન ડૉલર વધી છે. 2022 એમ3એમ હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટમાં 2,557 કંપનીઓ અને 69 દેશના 3,381 અબજપતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/