fbpx
રાષ્ટ્રીય

આ તેલથી બાળકોને કરો માલિશ, માનસિક અને શારિરિક વિકાસ સારો થશે

એક્સપર્ટ અનુસાર નવજાત બાળકોની માલિશ કરવાથી એમના સ્વાસ્થ્યના અનેક ઘણાં ફાયદા થાય છે. પેરેન્ટ્સ વિચારમાં પડી જાય છે કે બાળકને કયા તેલથી માલિશ કરવી. જો કે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની તેલ મળતા હોય છે, પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે જો તમે જૈતુનના તેલથી માલિશ કરો છો તો એ સૌથી બેસ્ટ છે. જૈતુનનું તેલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જૈતૂનના તેલમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે બાળકની સ્કિનને કોમળ અને પોષિત બનાવવાનું કામ કરે છે.

દરેક ઋતુમાં ફાયદાકારક

સામાન્ય રીતે પેરેન્ટ્સ એ વાતને લઇને ચિંતામાં હોય છે કે ગરમીમાં બાળકને કયા તેલથી માલિશ કરવી. તો તમને જણાવી દઇએ કે જૈતુનના તેલથી તમે દરેક ઋતુમાં માલિશ કરી શકો છો.

સ્કિનને મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે

શિશુની સ્કિન ખૂબ જ કોમળ અને મુલાયમ હોય છે. એવામાં જો તમે જૈતુનના તેલથી માલિશ કરો છો તો  સૌથી બેસ્ટ છે. જૈતુનના તેલની માલિશ કરવાથી બાળકોની સ્કિન મોઇસ્યુરાઇઝ થાય છે. આ સાથે જ સ્કિનને અનેક પ્રકારનું પોષણ પણ મળી રહે છે.

સ્કિન ડ્રાય નહિં થાય

જૈતુનના તેલની માલિશ કરવાથી બાળકની સ્કિન ડ્રાય થતી નથી. જો બાળકની સ્કિન ડ્રાય થઇ જાય તો ખંજવાળ આવે છે અને સાથે બીજી તકલીફો પણ થાય છે. મોઇસ્યુરાઇઝિંગ ગુણોથી ભરપૂર ઓલિવ ઓઇલ બાળકોની સ્કિનને કોમળ બનાવવાનું કામ કરે છે.

ઊંઘ સારી આવે

જૈતુનના તેલથી માલિશ કરવાથી બાળકને ઊંઘ સારી આવે છે. જો તમારા બાળકની ઊંઘ ઓછી હોય તો તમે આ તેલથી માલિશ કરો. આ તેલથી માલિશ કરવાને કારણે બાળકનો માનસિક અને શારિરિક વિકાસ સારો થાય છે. આ માટે તમે બાળકને નવડાવવાને એક કલાક પહેલા માથાના વાળથી લઇને પગના તળિયા સુધી માલિશ કરો.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/