fbpx
રાષ્ટ્રીય

ટુંકા અંતરની સવારી માટે આવી રહ્યું છે બેસ્ટ સ્કૂટર, ચલાવવા માટે નથી જરુર લાયસન્સ કે રજીસ્ટ્રેશનની…

હવે સમય આવી ગયો છે ઇલેટ્રિક સાધનનો, પેટ્રોલના વધતા ભાવ સૌ કોઇની ચિંતામાં વધારો કરી રહ્યાં છે. સાથે પ્રશ્ન અહીં એ જ ઉભો છે કે પેટ્રોલ-ડીઝલના અત્યારે ભાવ આટલા છે તો આવનારા સમયમાં આ ભાવમાં કેટલોય વધારો ઝિંકાશે. જેથી હવે તમામની પસંદ ઢોળાઇ રહી છે ઇલેટ્રિક વ્હીકલ પર.. ટૂંકી મુસાફરી માટે, પેટ્રોલ સ્કૂટર કરતાં ઇલેક્ટ્રિક સ્કૂટર વધુ અર્થપૂર્ણ છે અને તે ચલાવવા માટે સસ્તું છે. નવીનતમ ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી એક ખાસ કરીને અત્યંત ટૂંકા અંતર માટે અને શહેરી ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે.

અમે વાત કરી રહ્યાં છીએ હીરો એડી  ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે. જે મેટ્રો અથવા નાના શહેરોની અંદર ઘણા લોકોને ટૂંકા અંતરની સવારી માટે ખુબજ આકર્ષિત સાબત થઇ શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને રજીસ્ટર કરાવવાની જરૂર નથી અને ન તો તેને ચલાવવા માટે લાયસન્સની જરૂર છે. પ્રાઇઝની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ પ્રાઇઝ 72,000 છે. સ્કૂટરની ટોપ સ્પીડ માત્ર 25kmph સુધી મર્યાદિત છે અને મોટર ખૂબ જ નાની છે પરંતુ રેન્જ 85km છે. જો કે ટૂંકી મુસાફરી માટે તેનો ઉપયોગ કરતા મોટાભાગના રાઇડર્સ માટે પૂરતી છે. હીરો એડીમાં રિવર્સ મોડ, ફોલો મી હેડલેમ્પ, ઈ-લોક, ફાઇન્ડ માય બાઇક વગેરે જેવા ફિચર્સ પણ છે. આ સ્કૂટર બે કલર્સમાં ઉપલબ્ધ છે. વાદળી અને પીળો જે રાઇડર્સની પસંદગીમાં આવી શકે છે. તે યોગ્ય સ્ટોરેજ સ્પેસ પણ ધરાવે છે.

એડીની કિંમત ચોક્કસપણે થોડી મોંઘી છે કારણ કે હોન્ડા એક્ટિવા અથવા સુઝુકી એક્સેસ જેવી બાઇક આ કિંમતે વધુ ઓફર કરે છે. જો કે પર્યાવરણને અનુકૂળ અને આપણને પણ પરવળે તે હેતુથી જોવા જઇએ તો આ સ્કૂટર સસ્તું બની જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/