fbpx
રાષ્ટ્રીય

પાતળા છો અને ફટાફટ વજન વધારવું છે? તો ડાયટમાં સામેલ કરો આ ડ્રાય ફ્રૂટ્સ

અનેક લોકો લાખ કોશિશ કરે તો પણ પાતળાને પાતળા જ રહે છે.  જો તમે પણ દુબળા છો તો તમારા ડાયટમાં તમારે આ ડ્રાય ફ્રૂટ્સને સામેલ કરવા જોઇએ. આમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. આ સાથે જ ડ્રાય ફ્રૂટ્સમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આ સાથે જ તમે અનેક બીમારીઓથી બચી પણ શકો છો. તો જાણી લો તમે પણ વજન વધારવા માટે કયા ડ્રાય ફ્રૂટ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.

વજન વધારે ખજૂર

જો તમે બહુ પાતળા છો તો રોજ સવારમાં ત્રણથી ચાર ખજૂર ખાઓ. ખજૂર ખાવાથી વજન વધે છે. ખજૂરમાં કેલરીની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. આ સાથે જ ખજૂરમાં મેગ્નેશીયમ, આયરન, ઝિંક અને કેલ્શિયમ જેવા અનેક તત્વો હોય છે. વજન વધારવા માટે તમે દૂધમાં ખજૂર ઉકાળીને પીશો તો થોડા જ દિવસમાં રિઝલ્ટ તમને જોવા મળશે.

અંજીર

એક્સપર્ટ અનુસાર અંજીર વજન વધારવા માટે સૌથી બેસ્ટ છે. 28 ગ્રામ અંજીરમાં લગભગ 70 ટકા કેલરી હોય છે. આ સિવાય અંજીરમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, વિટામિન જેવા અનેક તત્વો હોય છે. તમે અંજીરને ઓટ્સ, દહીં, દૂધ તેમજ સલાડમાં મિક્સ કરીને પણ ખાઇ શકો છો. આ માટે તમે રોજ રાત્રે અંજીર પાણીમાં પલાળી લો એને સવારમાં ખાલી પેટે ખાઓ. જો તમે આ અંજીર રોજ ખાશો તો વજન ફટાફટ વધવા લાગશે.

દ્રાક્ષ

જો તમે વજન વધારવા ઇચ્છો છો તો રોજ તમારા ડાયટમાં દ્રાક્ષને એડ કરો. દ્રાક્ષમાં અઢળક પ્રમાણમાં કેલરી, હેલ્ધી ફેટ, આયરન અધિક માત્રામાં હોય છે. તમે નિયમિત દ્રાક્ષ ખાઓ છો તો તમારું વજન ફટાફટ વધવા લાગે છે. રાત્રે પાણીમાં પલાળીને રોજ સવારમાં તમે આ દ્રાક્ષ ખાઓ છો તો તમારા હેલ્થ માટે સૌથી બેસ્ટ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/