fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ફેમસ ‘મસાલા પાઉં’ આ રીતે બનાવો ઘરે, જોતાની સાથે જ મોંમા પાણી આવી જશે

મહારાષ્ટ્રમાં મસાલા પાઉં ફેમસ ફુડ છે. આ પાઉં તમે ચટણી વગર એકલો પણ ખાવો છો તો પણ મજા આવી જાય છે. તો જાણી લો કેવી રીતે મસાલા પાઉં ઘરે બનાવશો.

સામગ્રી

5 નંગ પાઉં

સમારેલું ટામેટું

આદુની પેસ્ટ

સમારેલી ઝીણી ડુંગળી

ઝીણું સમારેલું કેપ્સિકમ

હળદર

બટર

ઝીણી સમારેલી કોથમીર

લસણની પેસ્ટ

શેકેલી સિંગ

પાઉંભાજીનો મસાલો

લાલ મરચું પાઉડર

સ્વાદાનુંસાર મીઠું

જીરું પાઉડર

બનાવવાની રીત

  • મસાલા પાઉં બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો.
  • આ પેનમાં બટર એડ કરીને ગરમ થવા દો.
  • હવે બટર ગરમ થઇ જાય એટલે એમાં આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને 5 મિનિટ માટે સાંતળો.
  • હવે ટામેટાં અને કેપ્સિકમ એડ કરો.
  • આ બધી વસ્તુઓ એડ કર્યા પછી પાઉંભાજીનો મસાલો, લાલ મરચુ, મીઠું, જીરું પાઉડર ઉમેરીને બધુ સરખી રીતે મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણને પાંચ મિનિટ માટે ચઢવા દો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય પછી આ મિશ્રણને મેશ કરી લો અને ઉપરથી કોથમીર ભભરાવો.
  • પછી નોનસ્ટિક પેન લો અને એમાં બટર ગરમ કરવા મુકો.
  • બટર ગરમ થઇ જાય એટલે પાઉંને વચ્ચેથી કટ કરી લો અને બન્ને સાઇડથી બ્રાઉન રંગના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
  • દરેક પાઉંમાં આ મિશ્રણ ભરી દો અને ઉપરથી સિંગ ભભરાવો. જો તમને સિંગ ના ભાવતી હોય તો તમે આને ઇગ્નોર પણ કરી શકો છો.
  • હવે આ પાઉંને હળવા હાથથી દબાવી લો.
  • તો તૈયાર છે મસાલા પાઉં.
  • આ મસાલા પાઉં તમે એકલો અથવા તો ચટણી કે સોસ સાથે પણ ખાઇ શકો છો.
  • તમે પણ એક વાર જરૂરથી આ રેસિપી ઘરે ટ્રાય કરજો.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/