fbpx
રાષ્ટ્રીય

રિલાયન્સ પાવર અને આર. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી અનિલ અંબાણીનું રાજીનામું

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અગાઉ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ અનિલ અંબાણીને સ્ટોક એક્સચેન્જમાં કોઈપણ લિસ્ટેડ કંપનીમાં જાેડાવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રિલાયન્સ પાવરે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સેબીના વચગાળાના આદેશ બાદ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનિલ અંબાણીએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે સ્ટોક એક્સચેન્જાેને પણ જણાવ્યું હતું કે અનિલ અંબાણીએ “સેબીના વચગાળાના આદેશના પાલનમાં” કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું છે.

ફેબ્રુઆરીમાં, સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય ત્રણને સિક્યોરિટી માર્કેટમાંથી કથિત રીતે નાણાં ઉપાડવા બદલ પ્રતિબંધ મૂક્યો હતો. આર-પાવર અને આર-ઇન્ફ્રાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાહુલ સરીનને પાંચ વર્ષના કાર્યકાળ માટે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે વધારાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા, એમ બંને છડ્ઢછય્ જૂથ કંપનીઓએ જણાવ્યું હતું. જાેકે, આ નિમણૂક હજુ સામાન્ય સભામાં સભ્યોની મંજૂરીને આધીન છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ દેવાના બોજમાં દબાયેલી છે. મળતી માહિતી અનુસાર, ગૌતમ અદાણીની કંપની અદાણી ફાઇનાન્સિયલ સર્વિસ, કેકેઆર, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાઇનાન્સ સહિત ૧૪ મોટી કંપનીઓએ આ કંપની ખરીદવામાં રસ દાખવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયુક્ત કરાયેલા એડમિનિસ્ટ્રેટરે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૧ માર્ચથી લંબાવીને ૨૫ માર્ચ કરી હતી. ૨૯ નવેમ્બરના રોજ, આરબીઆઇએ ગવર્નન્સના અભાવ અને ચુકવણી ડિફોલ્ટને કારણે રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૧માં, રિલાયન્સ કેપિટલે તેની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને કહ્યું હતું કે કંપની પર કુલ દેવું ૪૦ હજાર કરોડ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ખોટ ઘટીને ૧૭૫૯ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ડિસેમ્બર ૨૦૨૦ ક્વાર્ટરમાં કંપનીની કુલ ખોટ ૩૯૬૬ કરોડ રૂપિયા હતી. રિલાયન્સ કેપિટલની સ્થાપના વર્ષ ૧૯૮૬માં થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/