fbpx
રાષ્ટ્રીય

દેખાવમાં નાના દેખાતા તલ રોજ સવારમાં ખાલી પેટે ખાઓ તમે પણ, જાણો કેમ

દેખાવમાં એકદમ નાના દેખાતા તલના બહુ જ મોટા ફાયદાઓ છે. દરેક લોકોના રસોડમાં તલ જોવા મળતા હોય છે. તલ રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. અનેક લોકોના ઘરોમાં તલ ઢેબરા, મુઠિયા જેવી બીજી અનેક વાનગીઓમાં નાંખવામાં આવતા હોય છે. તલની મીઠાશ કંઇક અલગ જ હોય છે. ઘણાં લોકો સવારમાં ઉઠીને તલની ફાકી અથવા તો તલનું પાણી પણ પીતા હોય છે. તો જાણી લો તમે પણ નાનકડા તલના આટલા મોટા ફાયદાઓ વિશે…

  • કાળા તલમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોવાથી કબજીયાતની તકલીફવાળા લોકો માટે સૌથી બેસ્ટ છે. કાળા તલ રોજ સવારમાં ખાવાથી કબજીયાતની તકલીફ સામે રાહત મળે છે.તલમાંથી મળતું તેલ આંતરાડને લ્યુબ્રિકેટ કરવામાં મદદ કરે છે.
  • તલમાં જે તેલ એટલે કે તલનું તેલ દાંતમાં રહેલા પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે. દાંતનો સડો અને પેઢાની બીમારીઓથી બચાવે છે. જો તમે સવારમાં ખાલી પેટે શેકેલા તલ ચાવો છો તો તમારા દાંત અને પેઢા મજબૂત બને છે. આ સાથે જ તમારા મોંમાંથી આવતી વાસ પણ દૂર થાય છે.
  • તલમાં ડાયેટ્રી પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આ માટે તમે દરરોજ સવારમાં 15 થી 20 તલના દાણા બાળકોને ખવડાવો જેથી કરીને એમના હાડકાં મજબૂત થાય.
  • તલ તમારી સ્કિન અને વાળ માટે સૌથી બેસ્ટ છે. એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર તલ ચહેરા પર જોવા મળતી ઉંમરની નિશાનીને ઓછી કરે છે અને સાથે તમારી વધતી ઉંમર દેખાતી નથી. તલમાં ઓમેગા ફેટી એસિડ હોય છે જે તમારા વાળનો ગ્રોથ વધારે છે.
  • જો તમારા ચહેરા પર બહુ પિંપલ્સ થતા હોય તો તમે સવારમાં ઉઠીને તરત થોડા તલ ચાવી લો. આમ કરવાથી સ્કિન એકદમ ક્લિન થઇ જશે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/