fbpx
રાષ્ટ્રીય

ગરમીમાં બનાવો આ ઠંડી ઠંડી મલાઈ કુલ્ફી અને તેને બનાવવાની સરળ પદ્ધતિ…

ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. આ ઋતુમાં તડકા અને ગરમીથી બચવા માટે દરેક વ્યક્તિ ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને આઈસ્ક્રીમ ખાવા વધારે ગમે છે. તો આજે તમને જણાવીએ ઘરે સરળ રીતે મલાઈ કુલ્ફી બનાવવાની રીત. આ કુલ્ફીને તમે અલગ સ્ટાઈલમાં બનાવી શકો છો.   સામગ્રી દૂધ – 2 કપ ક્રીમ – 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક – 1 કપ એલચી પાવડર – 1/2 ચમચી ડ્રાય ફ્રુટ – 1/4 કપ કેસર   રીત સૌપ્રથમ કેસરને 1 ચમચી દૂધમાં 15 મિનિટ માટે પલાળી રાખો.હવે એક મોટા વાસણમાં દૂધને મધ્યમ તાપ પર મૂકો. તેમાં ક્રીમ ઉમેરો અને સતત હલાવતા રહીને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો. પછી તેમાં કેસર, એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો.   તેને સતત હલાવતા રહીને બરાબર પકાવો. હવે તેને આંચ પરથી ઉતારીને ઠંડુ થવા દો. જ્યારે આ મિશ્રણ ઠંડું થાય ત્યારે તેને માટીની કુલ્લડમાં કાઢી ફ્રીઝમાં મુકો. 10 મિનિટ પછી તેને બહાર કાઢી તેના પર ડ્રાયફ્રુટનો પાવડર ઉમેરી ફરીથી ફ્રીઝરમાં મુકી દો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/