fbpx
રાષ્ટ્રીય

સાઈકોલોજી ઓફ વિનીંગ ! – જીતવા માટે ના શ્રેષ્ટ પરિબળો

સાઈકોલોજી ઓફ વિનીંગ જીતવા માટેના પરિબળો

(૧) સકારાત્મક અભિગમ (ર) નકારાત્મક વિચારવાનું છોડી દેવું (૩) મારી અંદર ભરપૂર શક્તિઓ પડેલી છે તેનું વારંવાર રટણ કરવું અથવા તો કલ્પના કરવી. (૪) સ્વયની શિસ્ત માટે સાવધાની રાખવી. (૫) ઈર્ષા કરવી નહી. (૬) સતત આપણા કરતાં શ્રેષ્ઠ હોય તેની પાસેથી શીખવાની ઝંખના રાખવી. (૭) આપણા ગુસ્સા ઉપર કાબુ રાખવો. (૮) વાણી ઉપર સંયમ, વધારે પડતું બોલવું નહિ. (૯) આત્મવિશ્વાસ બુલ દ રાખવો..(૧૦) જયાં જઈએ ત્યાં આપણી છાપ સારી ઉભી કરવાની કોશિશ કરવી જોઈએ. (૧૧) સાંભળવાની શક્તિ વધારે વિકસાવવી પડશે. (૧ર) નિર્ણયશક્તિનો અભાવ હશે તો વ્યવસાયમાં આગળ વધાશે નહિ. (૧૩) નિર્ણયો કયારેક ઝડપથી પણ લેવા પડે, તો કયારેક ધીરજ અને ધેર્યથી પણ લેવા પડે.

() જીવનના ધ્યેય (ગોલ્સ ઓફ લાઈફ) :

પાંચ પ્રકારના ધ્યેય જીવનમાં રાખી શકીએ. :
(૧) વ્યક્તિગત ધ્યેય (ર) નોકરી માટે ધિંધા માટે ધ્યેય
(૩) પરિવાર માટે ધ્યેય
(૪) સામાજિક ધ્યેય
(૫) આધ્યાત્મિક ધ્યેય. આપણો ધ્યેય અને ગ્રાહકનો ધ્યેય મળે ત્યારે વેચાણ કરવાની શરૂઆત કરી શકાય.

() સમયપાલનતા : (૧) ઈશ્વરે આપણને ૮૬,૪૦૦ સેંકડો રોજ આપે છે. તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ તે આપણી આવડત ઉપર છે. (ર) સમય પાલનતા, જિંદગીનું ઉચ્ચ પાસું છે. (3) આપણું વ્યક્તિત્વ તેમજ આપણી કારકિર્દી તેના ઉપર નભે છે. (૪) રોજરોજનું પ્લાનિંગ, આગલે દિવસે રાત્રે થઈ જવું જોઈએ. (પ) ડાયરી રાખવી અગત્યની છે. તેમાં રોજરોજ કયા કામ કરવાના છે તે લખવું જરૂરી છે. (૬) ગ્રાહકે આપણને જે સમયે બોલાવ્યાં હોય તે સમયે અચુક મ હોંચવાની તકેદારી રાખવી જોઈએ. (૭) મોડા પહોંચવાની આદત ખોટી છે. (૮) ગ્રાહકનો સમય પણ કિંમતી હોય છે તેનો ખ્યાલ રાખવો પડે. (૯) જે કામમાં વધારે પડતો સમય બરબાદ કરતા હોઈએ તે કામ ધ્યાનથી કરવા અથવા તો તે કામ છોડી દેવા.

() આપનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ : (૧) સારો અને સ્વયછ પહેરવેશ. (ર) ચહેરા ઉપર સ્કૃતિ તેમજ હાસ્ય (3) સ્મિત એ સેલ્સમેનનું હથિયાર છે. (૪) વિનય અને વિવેક બોલવામાં (પ) ખૂબ જ ધ્યાનથી લોકોને સાંભળવું. (૬) વધારે પડતી દલીલ કરવી નહીં. (૭) મદદ કરવાની ભાવના (૮) વ્યસન મુક્ત જીવન, (૯) યાદશક્તિ તીવ્ર અને માર્કેટીંગની અંદર સજાગ તેમજ નિરીક્ષણ કરવાની ટેવ (૧૦) હરિફોની માહિતી એકઠી કરવી. ગ્રાહકોની બધી માહિતી એકઠી કરવી. (૧૧) ૧૦૦ ટકા જવાબદારી ઉપાડી કામ કરવું. (૧ર) આળસ છોડી દેવી. (૧૩) સતત પોતાનો રીપોર્ટ બનાવતા રહેવું. (૧૪) આગળ વધવા માટે દીર્ઘદ્રષ્ટિ કેળવવી. (૧૫) જીવનમાં લક્ષય રાખવા. (૧૬) હિંમત અને વિશ્વાસ તથા અપેક્ષા સાથે કામ કરવું.

() વેચાણ એ એક અગત્યનો વ્યવસાય છે : (૧) આપણે બધા જ વેચાણ દ્વારા જ જીવન વિતાવી રહ્યા છીએ. (ર) વેચાણ વ્યવસાયમાં આગળ આવવા માટે

ઘણી જ મહેનત કરવી પડે. (3) વેચાણના વ્યવસાયમાં સજાગતા, ઉત્કંઠા, નવું જાણવાની કોશિષ, વાતચીત કરવાની કળા, સતત પોતાના કામ પ્રત્યેની ચીવટ, આગલા દિવસના કાર્ય કરતાં આજનું કાર્ય સર્વશ્રેષ્ઠ કરવાની ભાવના હોવી જરૂરી છે. () આપણી પ્રાથમિક જરૂરિયાતો : (૧) વીઝીટીંગ કાર્ડ (ર) પેન, ડાયરી (3) પ્રોડકટ કેટલોગ, (૪) ગ્રાહકૂનું સરનામું (પ) ટેલીફોન ડાયરી (૬) કેલકયુલેટર (૭)

લેટર-હેડ, કવર્સ (૮) પેનસીલ-રબર-સ્કેલ (૯) સ્ટેપ્લરયુપીન (૧૦) ફેવી સ્ટીક વગેરે..

() વાતચીત કરવાની કળા : કોમ્યુનીકેશન સ્કીલ એટલે કે વાતચીત કરવાની કળા, સેલ્સમેન માટે ધણો જ અગત્યનો વિષય છે. આ વિષય ઉપર વાંચન, શીખવાનું, આખી જિદગી કરીએ તો પણ ઓછું પડે. વાતચીત કરવાની કળામાં પાંચ પાસાઓ આવેલા છે. (૧) સાંભળવું (ર) બોલવું (3) લખવું (૪) વાંચવું (પ) શરીરના હાવભાવ ઈશારા (બોડી લેગવેજ) વાતચીત કરવાની કળાથી સેલ્સમેન, ગ્રાહક પાસે પોતાની વાત સારી રીતે રજૂ કરી શકે છે.

ગ્રાહક બોલતા હોય ત્યારે ધ્યાનથી સાંભળવું. ગ્રાહકના ઈશારા સમજવા, તેમના ચહેરાના હાવભાવ ઉપરથી કલ્પના કરી શકાય કે ગ્રાહકને મારા બીઝનેસમાં રસ છે કે નહી. સામાજિક રીતભાત – શિષ્ટાચાર – પણ વાતચીત કરવાની કળાનો એક ભાગ છે. દા.ત. ગ્રાહક કહે નહીં ત્યાં સુધી બેસાય નહી. બેસવું હોય તો પૂછીને બેસવું. ટેબલ ઉપર મૂકેલ વસ્તુ ને અડવી નહી – આપણી બેગ તેના ટેબલ ઉપર મુકવી નહિ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/