fbpx
રાષ્ટ્રીય

મારી માગણી પૂર્ણ નહિ થાય તો નિવૃત્તિ જાહેર કરીશ – કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા

દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા કોંગ્રેસમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. માગણીઓ નહીં સંતોષાય તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપશે. તેમની ટીકીટ મુદ્દે નારાજગી હોવાની વાત સામે આવી છે. પરંતુ તેમને કહ્યું કે ટિકિટ થી નારાજ નથી સાચા અર્થમાં કામ કરનારને કોંગ્રેસમાં સ્થાન મળવું જોઈએ આ ઉપરાંત કોંગ્રેસના તેમને ફેર-બદલની પણ માંગ કરી છે.   દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કહ્યું કે, સાચા અર્થે કોંગ્રેસમાં કામ કરનારને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ. આજે સી.જે ચાવડા અને બળદેવ ઠાકોર સાથે વાત થઈ છે. દહેગામ સંગઠનમાં ફેરફાર થવા જોઈએ. પક્ષે મને ઘણું આપ્યું છે. સંગઠનમાં કોને સમાવવા તે વાતને પક્ષની સામે મૂકી છે.  મારી માગણી પૂર્ણ નહિ થાય તો નિવૃત્તિ જાહેર કરીશ. ટીકીટ માટેનો કોઈ મુદ્દો નથી. ટીકીટ માટેનો કોઈ મુદ્દો નથી. દહેગામ સંગઠનમાં જે નિમણુંક થઈ રહી છે તે મારો મુદ્દો છે. તાલુક પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં જે લોકોને જવાબદારી આપી હતી તેમના વિરુદ્ધમાં ઘણી ફરિયાદ હતી.    સંગઠનમાં થઈ રહેલી નિમણુંક બાબતે નારાજગી છે. જે લોકોને સંગઠનમાં સામેલ કરવામાં આવે છે તેઓ ક્યારેય પક્ષની મિટિંગમાં હાજર થયા નથી. પક્ષ જાણે છે કે કોણ કામ કરે છે કોણ નથી કર્યું. ગઈ કાલે સરકારની જમીન પર થયેલા દબાણ બાબતે ગૃહ મંત્રીને રજૂઆત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/