fbpx
રાષ્ટ્રીય

હું કોઈને નફરત નથી કરતો, પણ હાથમાં લાકડી જરુરથી રાખીશ ઃ મોહન ભાગવત

મોહન ભાગવતે ફરી એવું કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ફરી એકવાર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદના સપનાનું ભારત સાકાર થવાની નજીક છે અને આ માટે સમગ્ર સમાજે સાથે મળીને કામ કરવું પડશે. બુધવારે હરિદ્વારમાં સંતોને સંબોધતા મોહન ભાગવતે ભગવાન અને સામાન્ય માણસ વચ્ચે સેતુ તરીકે કામ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. મોહન ભાગવતે વધુમાં જણાવ્યું કે અમે અહિંસાની વાત કરીશું, પરંતુ અમે અમારા હાથમાં લાકડી રાખીશું. અમારા મનમાં કોઈના પ્રત્યે શત્રુતાનો ભાવ નથી, પરંતુ દુનિયા તાકાતની ભાષા સાંભળે છે. એટલા માટે, આપણી પાસે એવી તાકાત હોવી જાેઈએ, જે બધાને દેખાય. આરએસએ દ્વારા શેર કરવામાં આવેલા મોહન ભાગવતના ભાષણના અંશ અનુસાર,

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક કેબી હેડગેવારે તેમના સ્વયંસેવકોને ધર્મની રક્ષા માટે ચોકીદારની ભૂમિકા સોંપી છે. મોહન ભાગવતે જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદના સપનાનું ભારત સાકાર થવામાં નજીક છે. લોકોએ જણાવ્યું કે, આ ગતિથી ચાલીશું ત્યારે તેમાં ૨૦-૨૫ વર્ષ લાગી જશે, પરંતુ અમારા અનુભવોથી મને લાગે છે કે આ કામ આઠથી ૧૦ વર્ષમાં સાકાર થઈ જશે. તેના માટે તમામ સમાજે સાથે મળીને કામ કરવું પડશે. આરએસએસ પ્રમુખે જણાવ્યું, ભારતને હવે મોટું થવું જ પડશે. ધર્મનું ઉત્થાન એ જ ભારતનું ઉત્થાન છે. ભારત હવે પોતાના ઉત્થાનના પાટા પર નીકળી પડ્યું છે, અને હવે મંજિલ સુધી પહોંચ્યા વિના રોકાવાનું નથી. તેણે રોકનાર કાં તો હટી જશે અથવા તો નાશ પામશે. આ એવી ગાડી છે, જેમાં એક્સિલરેટર છે પરંતુ બ્રેક નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/