fbpx
રાષ્ટ્રીય

જાણો શા માટે થાય છે હોટ ફ્લેશની સમસ્યા અને શું છે તેની સારવાર?

શરીરમાં અમુક હાર્મોન્સના અસંતુલનને કારણે હોટ ફ્લેશ થાય છે. આ સમસ્યા મહિલાઓ અને પુરૂષ બંનેમાં થાય છે અને બંનેમાં આ સમસ્યા 50 વર્ષની ઉંમર પછી વધુ જોવા મળે છે. હોટ ફ્લેશ એ એવી સમસ્યા છે જેમાં શરીર અચાનક ગરમ લાગે છે, નર્વસ લાગે છે અને હૃદયના ધબકારા વધી જાય છે. હોટ ફ્લેશની સમસ્યા હાર્મોન્સના અસંતુલન, પિત્ત દોષની વૃદ્ધિ અને વાયુ દોષના અસંતુલનને કારણે થાય છે.

મહિલાઓ અને પુરુષોમાં હોટ ફ્લેશ

  • મહિલાઓમાં મેનોપોઝ પછી હોટ ફ્લેશની સમસ્યા થાય છે. કારણ કે શરીરમાં એસ્ટ્રોઝન હાર્મોનનું અસંતુલન થઇ જાય છે. જ્યારે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોનના અસંતુલનના કારણે આ સમસ્યા થાય છે.
  • મહિલાઓ અને પુરુષોમાં હોટ ફ્લેશના લક્ષણ એક જેવા જ હોય છે. એટલે શરીરમાં ગરમી લાગવી, બેચેની થવી, ધબકારા વધવા, કેટલીક વખતે શ્વાસ લેવામાં સમસ્યા પેદા થવી, ત્વચામાં શુષ્કતા અનુભવવુ અને ચેહરો લાલ થવો, શરીરના ઉપરના ભાગમાં વધુ પરસેવો થવો, આંગળીઓમાં કળતર થવી. આ તમામ સમસ્યાઓ એક સાથે થાય છે.

હોટ ફ્લેશના કારણ

હોટ ફ્લેશના મુખ્ય કારણોમાં લાઇફસ્ટાઇલ સંબંધિત અસંતુલન વધુ જવાહદાર હોય છે. જેવી રીતે…

  • ચા કોફીનું વધુ સેવન
  • લાંબા સમય સુધી તણાવ
  • ખૂબ જ ટાઇટ કાપડ પહેરવા
  • સ્મોકિંગ અને આલ્કોહોલનું વ્યસન
  • એન્ટિબાયોટિક અને પેનકિલર્સનું વધુ પડતુ સેવન
  • હાઇપર થાઇરોઇડ
  • મસાલાદાર ભોજન
  • પૂરતી ઉંઘ ન લેવી
  • દૈનિક જીવનમાં મેડિટેશન અને યોગનો અભાવ

હોટ ફ્લેશથી બચવાના ઉપાય

  • ઉપર જણાવેલ કારણો પર ધ્યાન આપો અને તેને તમારી લાઇફસ્ટાલમાંથી એક પછી એક બાકાત રાખો.
  • દિવસમાં 30 મિનિટ એકાંતમાં વિતાવો. આ દરમિયાન ધ્યાન કરો. તમારી જાતને સમય આપો અને તમારા મનને શાંત કરો. તમે પૂજા કે જપ વગેરે પણ કરી શકો છો.
  • તમારા આહારમાં પોષણનું સંપૂર્ણ ધ્યાન રાખો. વિટામિન્સ, આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમ વગેરેનું સંતુલન જાળવવું.
  • શક્ય તેટલું એક્ટિવ રહેવાનો પ્રયાસ કરો. જે લોકો જમ્યા પછી દરરોજ એક જગ્યાએ કલાકો સુધી બેસી રહે છે, આવા લોકોનું શરીર અને મન ધીમે ધીમે બીમારી અને ડિપ્રેશન તરફ જવા લાગે છે. તેનાથી હોટ ફ્લેશની સમસ્યા પણ વધે છે. તેથી દરરોજ 45 મિનિટ વોક અને કસરત કરો.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/