fbpx
રાષ્ટ્રીય

ખીલ જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા ઘરે બનાવો આ ફેસ પેક, ક્યારે નહિં કરાવવું પડે ફેશિયલ

ગરમીની સિઝનમાં અનેક લોકોની સ્કિન ખરાબ થઇ જાય છે. સ્કિન ખરાબ થવાને કારણે આખી પર્સનાલિટી બગડી જાય છે. સ્કિન ખરાબ થાય એટલે એની સૌથી મોટી અસર ફેસ પર દેખાય છે. આમ, આ ગરમીને કારણે ફેસ પર ફોલ્લીઓ થવી, મોં લાલ થઇ જવું, ખંજવાળ આવવી..જેવી અનેક પ્રકારની સમસ્યાઓથી લોકો કંટાળી જતા હોય છે. આમ, જો તમે આ બધી જ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો ચંદન-હળદરનો આ ફેસ પેક તમારા માટે સૌથી બેસ્ટ છે.

ચંદન-હળદરનો પેક

2 ચમચી ચણાનો લોટ

2 ચમચી ચંદનનો પાઉડર

અડધી ચમચી હળદર

એક ચપટી કેસર

ગુલાબજળ

આ રીતે ઘરે બનાવો પેક

  • ચંદન-હળદરનો ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ ચણાનો લોટ, ચંદન પાઉડર અને હળદરને એક બાઉલમાં લઇ લો.
  • ત્યારબાદ એમાં ગુલાબજળ નાંખીને એક સ્મુધ પેસ્ટ બનાવી લો. ઘરમાં ગુલાબજળ ના હોય તો તમે દૂધ અને પાણી પણ એડ કરી શકો છો.
  • તો તૈયાર છે હળદર-ચંદનનો ફેસ પેક.

જાણો આ પેક કેવી રીતે લગાવશો અને શું છે ફાયદા

  • આ પેકને તમારા ફેસ પર લગાવો અને પછી 20 મિનિટ સુધી રહેવા દો.
  • પેક સુકાઇ જાય એટલે ચોખ્ખા પાણીથી મોં ધોઇ લો.
  • જો તમે આ ફેસ પેકને રોજ યુઝ કરશો તો તમારો ચહેરો ખીલી ઉઠશે અને ગરમીની સ્કિન પર કોઇ અસર નહિં થાય.
  • આ પેક તમારા ફેસ પરના બધા જ ખીલ અને કાળા ડાધા ધબ્બાને દૂર કરીને તમારો ચહેરો ક્લિન બનાવવાનું કામ કરે છે.
  • આ પેકમાં હળદરનો યુઝ થવાથી એ તમારી સ્કિનને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. આ સાથે જ હળદર એન્ટી સેપ્ટિક હોય છે જે બીજા અનેક ઇન્ફેક્શનથી પણ તમને બચાવે છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/