fbpx
રાષ્ટ્રીય

અમારો ઈરાદો કોઈપણ રીતે ક્રિપ્ટોને પ્રભાવિત કરવાનો નથી:નાણામંત્રી સીતારમણ

ભારત સહિત અનેક દેશો ક્રિપ્ટો કરન્સીને લઈને ચિંતા વ્યક્ત કરી છે ત્યારે નાણામંત્રી ર્નિમલા સિતારમણે એક વખતે ક્રિપ્ટો કરન્સી મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા હતા. નાણામંત્રીએ ક્રિપ્ટોના દુરુપયોગની સંભાવના વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, દેશ આ ડિજિટલ મુદ્રા પર સમજી વિચારીને ર્નિણય કરશે. તેમણે સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતુ કે, ક્રિપ્ટો પર ઉતાવળિયો ર્નિણય લેવામાં નહીં આવે. ર્નિમલા સિતારમણે કહ્યુ કે, ક્રિપ્ટો અંગે જે પણ ઉપલબ્ધ માહિતી છે, તેના આધારે યોગ્ય ર્નિણય લેવો પડશે. તેમાં ઉતાવળ નહીં કરી શકાય. ક્રિપ્ટો કરન્સી લાગુ કરવામાં હજુ સમય લાગશે.

મંત્રીએ એમ પણ સ્પષ્ટતા કરી કે, સરકાર ‘બ્લોકચેન’ સાથે જાેડાયેલા પ્રૌદ્યોગિકને આગળ વધારવા માટે બધી જ રીતે તૈયાર છે. સીતારમણે કહ્યું કે, અમારો ઈરાદો કોઈપણ રીતે ક્રિપ્ટોને પ્રભાવિત કરવાનો નથી. નાણામંત્રી ર્નિમલા સિતારમણે કહ્યુ કે, મની લોન્ડ્રિંગ અથવા આતંકવાદીઓને નાણાંકીય પોષણ આપવા માટે પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થઈ શકે છે. આ ચિંતા માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોની છે. આ મુદ્દે અલગ અલગ મંચ પર પણ ચર્ચા થઈ ચૂકી છે. નોંધનીય છે કે, ભારત કેન્દ્રીય બેંકના સમર્થનવાળી ડિજિટલ મુદ્રા (ઝ્રમ્ઝ્રડ્ઢ) રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. સીતારમણે ૧ ફેબ્રુઆરીએ બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, ભારતીય રિઝર્વ બેંક (ઇમ્ૈં) ૨૦૨૨-૨૦૨૩માં ડિજિટલ રૂપિયો કે સબસીડી જાહેર કરશે. ૐડ્ઢહ્લઝ્ર લિમિટેડ અને ૐડ્ઢહ્લઝ્ર બેંકના વિલય વિશે ર્નિમલા સિતારમણે કહ્યુ કે, આ ર્નિણય સારો છે. કારણકે ભારતને સફળતાના શિખરે પહોંચાડવા માટે વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે અનેક મોટી બેંકોની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/