fbpx
રાષ્ટ્રીય

બે વર્ષ બાદ ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર, બાબાના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

લાંબી રાહનો અંત આવ્યો. કોરોના કાળના બે વર્ષ બાદ આજે પહેલીવાર કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા છે. બાબાના દર્શનની રાહ પૂરી થઈ. બાબા કેદારની પંચમુખી ડોલી ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચી હતી. જે બાદ આજે સવારે ધામના દરવાજા ખુલ્યા હતા. અહીં હજારો શ્રદ્ધાળુઓ પહોંચે છે. ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીની 21 કિલોમીટરની પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અક્ષય તૃતીયાના અવસરે એટલે કે 3જી મેના રોજ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. આ સાથે ઉત્તરાખંડ સરકારે તીર્થયાત્રીઓની સંખ્યા પણ નક્કી કરી છે. હવે દરરોજ 12 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરી શકશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે શ્રદ્ધાળુઓએ બે વર્ષ સુધી બાબાના દર્શન કરી શક્યા ન હતા અને તે માટે ઘણો ઇંતજાર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કેદારનાથ ધામના દરવાજા ખુલતા જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પહોંચી ગયા છે. કેટલાકે લોકો તો દર વર્ષે બાબાના દર્શન કરવા જતા હોય છે તેવામાં બે વર્ષના અંતરાલ પછી આજથી બાબાના દર્શન કરી શકશે. હર હર મહાદેવના નાદ સાથે ગૂંજશે કેદારનાથ ધામ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/