fbpx
રાષ્ટ્રીય

બીજેપી સાંસદ દીયા કુમારીએ તાજમહેલ અંગે કર્યો આ દાવો, કહ્યું- તાજમહેલના બંધ રૂમના દરવાજા ખોલવામાં આવે

આગ્રાના તાજમહેલ પર જયપુરના પૂર્વ રાજપરિવારે પોતાનો દાવો કર્યો છે. જયપુરના પૂર્વ રાજપરિવારની રાજકુમારી અને બીજેપી સાંસદ દીયા કુમારીએ કહ્યું કે, તાજમહેલ અમારી પ્રોપર્ટી છે. જે અમારા પેલેસની સમ્પત્તિ પર બન્યું છે. દીયા કુમારીએ દાવો કર્યો છે કે, તેમની પાસે એવા ડોક્યૂમેન્ટ્સ છે, જે બતાવે છે કે, તાજમહેલ પહેલા જયપુરના પૂર્વ રાજપરિવારનો એક પેલેસ હતો. જેના પર શાહજહાંએ કબ્જો કરી લીધો. 

દીયા કુમારીએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે શાહજહાંએ જયપુર પરિવારનો આ પેલેસ અને જગ્યા લીધી હતી, તે સમયે મુગલ સરકાર હતી. એટલા માટે તેનો વિરોધ કરી શક્યા નહીં. તેઓએ કહ્યું, આજે પણ કોઈ પણ સરકાર કોઈ જમીનની ઈંકવાયરી કરે તો તેના બદલામાં વળતર આપે છે. મેં સાંભળ્યું છે કે તેના બદલામાં કાંઈક વળતર આપ્યું. પરંતુ તે સમયે એવો કોઈ કાયદો હતો નહીં કે જેની વિરુદ્ધ અપીલ કરી શકતા હતા અથવા તેના વિરોધમાં કાંઈ કરી શકતા હતા. હવે સારું છે કે, કોઈએ અવાજ ઉઠાવ્યો અને કોર્ટમાં અરજી દાખલ કરી છે. 

તાજમહેલના બંધ રૂમના દરવાજા ખોલવામાં આવે 

દીયા કુમારીએ કહ્યું કે, બંધ રૂમ ખોલીને જાણવું જોઈએ કે, તાજમહેલ પહેલા શું હતું. તેઓએ કહ્યું કે, હું એમ તો નહીં કહું કે તાજમહેલને તોડી પાડવો જોઈએ, પરંતુ તેના રૂમ ખોલવા જોઈએ. તેણીએ કહ્યું કે, તાજમહેલમાં કેટલાક રૂમ બંધ છે. કેટલીકો  ભાગ લાંબા સમયથી સીલ છે. તેના પર નિશ્ચિત રીતે ઈન્કવાયરી થવી જોઈએ અને તેને ખોવલા જોઈએ. જેનાથી એ જાણવા મળે કે ત્યાં શું હતું, અને શું ન્હોતું. તે બધા તથ્યો ત્યારે જ સ્ટેબલિશ થશે જ્યારે એક વખત તેની પ્રોપર્ટીની ઈન્કવાયરી થશે અને કોર્ટ જ્યારે આદેશ આપશે ત્યારે જાણવું જોઈએ કે તાજમહેલ શું હતો. 

શું કોર્ટમાં જયપુરના પૂર્વ રાજપરિવાર તરફથી પણ અરજી દાખલ કરવામાં આવશે. આ સવાલ પર તેણીએ કહ્યું તેને અમે હજી જોઈ રહ્યા છીએ. અમે એક્ઝામિન કરશું કે શું પગલું લેવું જોઈએ. 

ડોક્યૂમેન્ટ્સ ટ્રસ્ટના પોથીખાનામાં ઉપસ્થિત, અમે  આપવા માટે તૈયાર છીએ

સાંસદ દીયાકુમારીએ કહ્યું કે, જો દસ્તાવેજોની જરૂર પડે તો જયપુરના પૂર્વ રાજપરિવારના ટ્રસ્ટમાં અમારું પોથીખાનું પણ છે. અમે તમામ ડોક્યૂમેન્ટ પ્રોવાઈડ કરશું. જો કોર્ટ આદેશ આપે તો અમે તેમને ડોક્યૂમેન્ટ આપી દેશું. અમારી પાસે ઉપસ્થિત ડોક્યૂમેન્ટ્સમાં આ વાત સાફ છે કે, શાહજહાંને તે સમયે પેલેસ સારો લાગ્યો તો તેમણે તેને લઈ લીધો અને એક્વાયર કરી દીધો. 

શું ત્યાં કોઈ મંદિર હતું ? આ સવાલ પર દીયા કુમારીએ કહ્યું કે, મેં હજી એટલા બાદ ડોક્યૂમેન્ટ્સ જોયા નથી. પરંતુ તે પ્રોપર્ટી અમારા પરિવારની હતી. 

શું છે તાજમહેલ વિવાદ  ?

તાજમહેલને લઈને યૂપીમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં અયોધ્યાના ભાજપ નેતા ડો. રજનીશ સિંહે અરજી દાખલ કરી છે. ડૉ. સિંહે પોતાની અરજીમાં તાજમહેલના તે 22 રૂમ ખોલીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસે સર્વે કરવાની માંગ કરી છે, જે લાંબા સમયથી બંધ છે. અરજીકર્તાનું કહેવું છે કે, તાજમહેલમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને શિલાલેખ હોય શકે છે. જો સર્વે થાય તો તેનાથી જાણવા મળે કે તાજમહેલમાં હિન્દુ મૂર્તિઓ અને શિલાલેખ છે કે નહીં ? 

આ પહેલા તાજમહેલ પર શું થયું ? 

1965માં ઈતિહાસકાર પીએન ઓકે પોતાના પુસ્તકમાં દાવો કર્યો કે તાજમહેલ એક શિવ મંદિર છે. 

2015માં આગરાના સિવિલ કોર્ટમાં તાજમહેલને તેજોમહાલય મંદિર જાહેર કરવાની અરજી દાખલ થઈ. 

2017માં બીજેપી સાંસદ વિનય કટિયારે યૂપીના સીએમ યોગી આદિત્યનાથને તાજમહેલને તેજોમહેલ જાહેર કરવાની માંગ રાખી.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/