fbpx
રાષ્ટ્રીય

‘બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ અને બધાનો પ્રયાસ’ એ આપણો મંત્ર ઃ વડાપ્રધાન

રાજસ્થાનના જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક ચાલુ છે. આ બેઠકના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓને વર્ચ્યુઅલી સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દુનિયા ભારત તરફ ખુબ આશાઓ સાથે જાેઈ રહી છે. બરાબર એ જ રીતે ભારતમાં ભાજપ પ્રત્યે જનતાનો એક વિશેષ સ્નેહ છે. દેશની જનતા ભાજપ પ્રત્યે ખુબ આશાથી જુએ છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાની આ આકાંક્ષાઓ-આશાઓ આપણી જવાબદારી વધારે છે. આઝાદીના આ અમૃત કામમાં દેશ પોતાના માટે આગામી ૨૫ વર્ષ માટે લક્ષ્યાંક નક્કી કરી રહ્યો છે. ભાજપ માટે આગામી ૨૫ વર્ષના લક્ષ્યાંકો નક્કી કરવાનો, નિરંતર કામ કરવાનો આ જ સમય છે. પીએમ મોદીએ કહ્યું કે જનસંઘથી અમારી જે મુસાફરી શરૂ થઈ અને ભાજપ તરીકે આગળ વધી, પાર્ટીના આ સ્વરૂપને તેના વિસ્તારને જાેઈને ગર્વ તો થાય જ છે સાથે સાથે તેના નિર્માણમાં પોતાને ખપવાની દેનાર પાર્ટીની તમામ વિભૂતિઓને પણ હું આજે નમન કરું છું. તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો એકાત્મ માનવવાદ અને અંત્યોદય આપણું દર્શન છે, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની સાંસ્કૃતિક રાષ્ટ્રનીતિ આપણું ચિંતન છે અને ‘બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસઅને બધાનો પ્રયાસ’ એ આપણો મંત્ર છે.

અગાઉની સરકારો પર આકરા પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં એક લાંબો સમયગાળો એવો રહ્યો કે જ્યારે લોકોની સોચ એવી બની ગઈ હતી કે બસ ગમે તેમ કરીને સમય કાઢી નાખવો. સરકાર તરફથી તેમને કોઈ અપેક્ષા નહતી કે ન તો સરકાર તેમના પ્રત્યે પોતાની જવાબદારી સમજતી હતી. ૨૦૧૪ બાદ ભાજપ દેશને આ સોચમાંથી બહાર કાઢી લાવ્યો છે. તેમણે કહ્યું કે હું દેશના ઉજ્જવળ ભવિષ્યને સારી રીતે જાેઉ છું. જ્યારે હું આત્મવિશ્વાસથી ભરેલા દેશના યુવાઓને જાેઉ છું, કઈક કરી બતાડવાના જુસ્સા સાથે આગળ વધતી બહેન-દીકરીઓને જાેઉ છું ત્યારે મારો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે. પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના આ અમૃતકાળમાં દેશ મોટા લક્ષ્યાંકો પર કામ કરી રહ્યો છે. ત્યારે આપણે પણ કેટલીક વધુ વાતો યાદ રાખવાની જરૂર છે. ભાજપના કાર્યકર હોવાના નાતે આપણને શાંતિથી બેસવાનો કોઈ હક નથી, કોઈ અધિકાર નથી. આપણે આરામ જ તો નથી કરવાનો. આજે પણ તેના પર આપણે અધીર છીએ, બેચેન છીએ, આતુર છીએ કારણ કે આપણો મૂળ લક્ષ્ય ભારતને એ ઉંચાઈ પર પહોંચાડવાનો છે જેનું સપનું દેશની આઝાદી માટે ફના થઈ જનારાઓએ જાેયું હતું. પીએમએ કહ્યું કે આ મહિને કેન્દ્રની ભાજપ સરકારના, એનડીએ સરકારના ૮ વર્ષ પૂરાં થઈ રહ્યા છે.

આ ૮ વર્ષ સંકલ્પના રહ્યા, સિદ્ધિઓના રહ્યા. આ ૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા. આ ૮ વર્ષ દેશના નાના ખેડૂતો, શ્રમિકો, મધ્યમ વર્ગની અપેક્ષાઓ પૂરા કરનારા રહ્યા. આ ૮ વર્ષ દેશના સંતુલિત વિકાસ, સામાજિક ન્યાય અને સામાજિક સુરક્ષા માટે રહ્યા. આ ૮ વર્ષ દેશની માતાઓ, બહેન દીકરીઓના સશક્તિકરણ, તેમની ગરીમા વધારવાના પ્રયત્નોના નામે રહ્યા. તેમણે કહ્યું કે આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતાની આસપાસ લોકોને યોજનાઓનો લાભ મળતો જુએ છે. તે ખુબ વિશ્વાસ સાથે કહે છે કે એક દિવસ મને પણ આ યોજનાનો લાભ જરૂરથી મળશે. પીએમ મોદીએ વિકાસવાદ પર વાત કરતા કહ્યું કે જે એક અન્ય વિષય પર આપણે સતત કામ કરતા રહેવાનું છે તે છે દેશમાં ચારેબાજુ વિકાસવાદની રાજનીતિ સ્થપાવી જાેઈએ. કોઈ પણ પક્ષ હોય તેને પણ વિકાસવાદની રાજનીતિ પર આવવા માટે મજબૂર કરવાના છે. આપણે આજે જાેઈએ છીએ કે કેટલીક પાર્ટીઓની ઈકોસિસ્ટમ પૂરી શક્તિથી દેશના મુખ્ય મુદ્દાઓને ભટકાવવામાં લાગી છે. આપણે આવી પાર્ટીઓની જાળમાં ફસાવવાનું નથી. આપણે ક્યારેય શોર્ટકટ લેવાનો નથી. આપણે દેશહિત સાથે જાેડાયેલા જે પણ પાયાના વિષયો છે જે ર્ઝ્રિી-ૈંજજેીજ છે તેના ઉપર જ આગળ વધવાનું છે. આ ર્ઝ્રિી-ૈંજજેીજ કયા છે? ગરીબોનું કલ્યાણ, ગરીબનું જીવન સરળ બનાવવું, ગરીબને સશક્ત કરવા માટે આપણે સતત કામ કરવાનું છે.

પરિવારવાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આઝાદી બાદથી જ વંશવાદ અને પરિવારવાદે દેશને કેટલું ભયંકર નુકસાન કર્યું છે. પરિવારવાદી પાર્ટીઓએ દેશમાં ભ્રષ્ટાચાર, ધાંધલીને, ભાઈ ભત્રીજાવાદને, તેને આધાર બનાવીને દેશનો ઘણો કિંમત સમય બરબાદ કર્યો છે. આપણે યાદ રાખવાનું છે કે પરિવારવાદના રાજકારણથી વિશ્વાસઘાત ભોગવનારા દેશના યુવાઓનો વિશ્વાસ ફક્ત ભાજપ જ પાછો લાવી શકે છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે નવી નેશનલ એજ્યુકેશન પોલીસીમાં સ્થાનિક ભાષાઓને મહત્વ આપવું, દરેક પ્રાંતીય ભાષાઓ પ્રત્યે અમારા કમિટમેન્ટને દર્શાવે છે. ભાજપ ભારતીય ભાષાઓને ભારતીયતાનો આત્મા માને છે અને રાષ્ટ્રના ઉત્તમ ભવિષ્યની કડી ગણે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/