fbpx
રાષ્ટ્રીય

જાપાનના એક ગામમાં માણસો કરતા ઢીંગલા-ઢીંગલીની સંખ્યા વધુ

જાપાનમાં એક જગ્યા એવી છે જ્યાં તમને માણસો ઓછા અને ઢીંગલા ઢીંગલી વધુ જાેવા મળે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. આ ગામ હવે દોલ્સ વિલેજ તરીકે પણ ઓળખાય છે. જાપાનના ટોકુશિમા રાજ્યમાં શિકોકુ ટાપુમાં નાગોરો નામની આ જગ્યા છે. એક મહિલા જ્યારે ગામમાં પાછી ફરી ત્યારે એકલતાથી ખુબ પરેશાન થઈ હતી. અયાનો ત્સુકિમી નામની આ મહિલા જ્યારે ગામમાં પાછી આવી તો ત્યાં વસ્તી ખુબ ઓછી જાેવા મળી. જે વસ્તી હતી તેમાં પણ મોટાભાગના વૃદ્ધ છે. અહીં માંડ ૩૦ લોકો રહે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગામમાં છેલ્લા ૧૮ વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો નથી. એટલે કે બાળકોનું તો નામોનિશાન નથી. મહિલાએ પછી તો આ એકલતા દૂર કરવા માટે ઢીંગલા ઢીંગલીઓનો સહારો લેવા માંડ્યો. ગામમાં ઓછી વસ્તીના કારણ કે જે ભેંકાર વાતાવરણ હતું તેમાં તેણે ઢીંગલીઓનો ઉમેરો કરીને ગામનું વાતાવરણ સજીવ કરવાનો પ્રયાસ કરવા માંડ્યો. અયાનોએ અત્યાર સુધીમાં પોતાના હાથે ૩૫૦ જેટલી ઢીંગલીઓ બનાવી છે. તે ઢીંગલા ઢીંગલી બનાવવામાં કુશળ છે. હવે એવું થઈ ગયું છે કે તેણે જે રીતે ગામમાં ઠેક ઠેકાણે માણસોની જગ્યાએ ઢીંગલીઓ ગોઠવી દીધી છે તેનાથી ગામ એકદમ જીવંત થઈ ગયું છે અને પર્યટનનું સ્થળ પણ બની ગયું છે. લોકો હોશે હોશે આ ગામને જાેવા માટે આવે છે. પહેલા આ ગામ ખુબ ડરામણા ગામ તરીકે ઓળખાતું હતું અને લોકો પગ મૂકતા ડરતા હતાં પરંતુ હવે આ ઢીંગલા ઢીંગલીઓના કારણે ગામ ખુબ પ્રખ્યાત થઈ ગયું છે. અહીં તમને એકદમ જીવંત દેખાતા ઢીંગલા ઢીંગલી જાેવા મળશે. જેમ કે જાણે બસ સ્ટોપ પર કોઈ પરિવાર રાહ જાેતો હોય, બાગમાં માળીકામ કરતા હોય, શાળામા શિક્ષકો બાળકોને ભણાવતા હોય… અયાનોએ કહ્યું કે આ યોજના તેણે તેના પિતાની યાદમાં તૈયાર કરી હતી. જેના કારણે હવે તે ડરામણા સ્થળની જગ્યાએ પર્યટન આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. એક સમયે ગામમાં ૩૦૦થી વધુ લોકો રહેતા હતા. પરંતુ સમયાંતરે વસ્તી ઘટવા લાગી. અયાનો આ જ ગામમાં મોટી થઈ છે. તેની ઉપર ૨૦૧૪માં જર્મન ફિલ્મ નિર્માતા ફ્રિટ્‌ઝ શુમાને ફિલ્મ પણ બનાવી છે. ગામમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલા રવિવારે બિઝૂકા(ઢીંગલી) મહોત્સવ યોજાય છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. અયાનો ઢીંગલી બનાવવા માટે કપાસ, પેપર, બટન, તાર વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને ૩ દિવસમાં ઢીંગલી તૈયાર કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/