fbpx
રાષ્ટ્રીય

અમિતશાહ, રાજનાથસિંહ અને ગિરિરાજસિંહે અગ્નિપથ યોજનાના ફાયદા સમજાવ્યા


સેનામાં ભરતીની અગ્નિપથ યોજનાનો એકબાજુ જ્યાં બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં યુવાઓ વિરોધ કરી રહ્યા છે ત્યાં તેના બચાવમાં મંત્રીમંડળના બે દિગ્ગજ મંત્રીઓ સામે આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અગ્નિપથ યોજનાનો બચાવ કર્યો છે. આ સાથે જ યુવા દેખાવકારોને શાંતિની અપીલ પણ કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિપથ યોજના અંગેનો ર્નિણય યુવાઓના ભવિષ્યને લઈને થયો છે. યુવા સેનામાં ભરતીની તૈયારી કરે. સરકાર જલદી ભરતી પ્રક્રિયા શરૂ કરશે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે છેલ્લા ૨ વર્ષમાં સેનામાં યુવાઓને ભરતી થવાની તક મળી નહતી. આથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગ્નિવીરોની ભરતીની ઉંમર મર્યાદા આ વખતે ૨૧થી ૨૩ વર્ષ કરી છે. આ એકવાર મળેલી છૂટ છે. જેનાથી અનેક યુવાઓને અગ્નિવીર બનવાની યોગ્યતા મળી જશે. રાજનાથ સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારે યુવાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ યોજના ઘડી છે. યુવા હિંસક પ્રદર્શન છોડીને શાંતિમાં સહયોગ કરે. બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે આ યોજનાથી મોટી સંખ્યામાં યુવાઓને લાભ થશે અને અગ્નિપથ યોજનાના માધ્યમથી દેશસેવા તથા પોતાના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધી શકશે. તેમણે કહ્યું કે છેલ્લા ૨ વર્ષ કોરોના મહામારીના કારણે સેનામાં ભરતી પ્રક્રિયા પ્રભાવિત રહી. આથી પીએમ મોદીએ અગ્નિપથ યોજનામાં યુવાઓની ચિંતા કરતા પહેલા વર્ષમાં ઉમર મર્યાદામાં બે વર્ષની છૂટ આપીને તેને ૨૧ થી ૨૩ વર્ષ કરવાનો સંવેદનશીલ ર્નિણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે આ યોજનાથી યુવાઓને લાભ થશે. તેઓ કોઈની વાતોમાં ન આવે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું કહેવું છે કે હિંસક પ્રદર્શનોમાં વિપક્ષી દળોનો સાથે છે. તેમણે કહ્યું કે રાજકીય પક્ષોના લોકોએ વિદ્યાર્થીઓને ઢાલ બનાવીને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો કે બિહારમાં હિંસક પ્રદર્શનમાં આરજેડીનો હાથ છે. કાનપુરમાં તેમણે કહ્યું કે અગ્નિપથમાં યુવાઓને સારી રોજગારી આપવાની વ્યવસ્થા છે. જાે આપણે આર્મીમાં ૪માંથી એક લઈશું તો અન્ય ૩ લોકો આગામી ૪ વર્ષમાં નોકરી માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેશે. હું રાજ્ય સરકારોને આગ્રહ કરું છું કે તોફાનોમાં બિન વિદ્યાર્થી લોકોની ઓળખ કરો. સેનામાં ભરતીની અગ્નિપથ યોજનાનું દેશના અનેક ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યું છે. તેલંગાણામાં પણ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર તોડફોડ કરી અને એક ટ્રેનમાં આગ લગાવી. જ્યારે બિહારમાં પણ હિંસક પ્રદર્શન થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/