fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મંત્રીઓ પણ યોગ દરરોજ કરે છે, દેશના નેતાઓ પણ ફિટનેસ માટે રોજીંદા યોગ અને એક્સેસાઈઝ કરે છે

દુનિયાભરમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ભારતમાં યોગ હવે રાજકીય નેતાઓની દિનચર્યાનો ભાગ છે. માત્ર પ્રધાનમંત્રી મોદી જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાથી લઈને પીયૂષ ગોયલ, કિરણ રિજિજૂ, રાહુલ ગાંધી, રાજનાથ સિંહ, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતા દરરોજ ફિટ રહેવા માટે યોગ અને કસરત કરે છે. ભારતમાં ચાલેલી ફિટનેસ ચેલેન્ઝ દરમિયાન આ નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના યોગ અને એક્સરસાઈઝ કરતાં ફોટો અને વીડિયો લોકોની સાથે શેર કર્યા હતા. આ નેતાઓમાં ૬૦ની ઉપરવાળા નેતા પણ છે અને તેવા લીડર પણ છે જે ૪૦ પાર કરી રહ્યા છે. આ તમામ નેતા વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢીને પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢે છે.

ત્યારે આવા કેટલાંક નેતાઓ વિશે જણાવીશું જે દરરોજ યોગ અને કસરત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના એક એવા પીએમ છે, જેમણે ફિટનેસને હંમેશા પ્રમોટ કર્યા છે અને સમર્થન આપ્યું છે. ૭૧ વર્ષની ઉંમરમાં પણ પ્રધાનમંત્રી મોદી દરરોજ નિયમિત રીતે યોગ કરે છે. આ વાતનો ખુલાસો પીએમ મોદીએ જાતે કર્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે પીએમ મોદી લોકોને યોગની પોતાની દિનચર્યામાં સામેલ કરવાનો આગ્રહ કરે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૭૬ વર્ષની ઉંમરમાં પણ દરરોજ યોગ કરે છે. રાષ્ટ્રપતિ ભવનના એક અધિકારીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દરરોજ યોગ કરે છે. યોગ દિવસ ૨૦૨૦ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફોટો શેર કરતાં લખ્યું હતું કે કોરોના મહામારીની વચ્ચે યોગ કરવાથી શરીરને સ્વસ્થ અને મનને શાંતિ મળે છે. ૭૨ વર્ષના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ પણ દરરોજ યોગ કરે છે. ગયા વર્ષે યોગ દિવસ પર વૈંકેયા નાયડુએ પોતાની પત્ની સાથે યોગ કરતાં ફોટો શેર કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ પાસે તેમની એક બેડમિન્ટન ટીમ પણ છે. તેમાં તેમના કર્મચારી પણ છે. ૭૦ વર્ષીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઘરમાં દરરોજ યોગ અને વ્યાયામ કરવાનું પસંદ કરે છે. રક્ષા મંત્રી દિવસમાં બે વખત ૨૦ મિનિટ ચાલે છે. સવારે તે યોગ કરે છે. આ જ કારણ છે કે આ ઉંમરમાં પણ તે ફિટ છે. ૬૧ વર્ષીય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પોતાને સ્વસ્થ રાખવા માટે યોગ કરે છે. જેપી નડ્ડાએ કોરોના કાળમાં યોગ કરવાનું સમર્થન આપ્યું છે. જેપી નડ્ડાનું કહેવું છે કે યોગ શરીરમાં પ્રતિરોધક શક્તિ વધારે છે. આથી કોરોના મહામારીમાં આપણે દરરોજ યોગ કરવા જાેઈએ.

૫૨ વર્ષીય કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દેશના ફિટ નેતાઓમાંથી એક છે. રાહુલ ગાંધી દરરોજ યોગ અને એક્સરસાઈઝ કરે છે. રાહુલ ગાંધી મેડિટેશન કરવાના પણ શોખીન છે. જેના કારણે તે મેડિટેશન કેન્દ્રની મુલાકાત લેતા રહે છે. ગયા વર્ષે એક કાર્યક્રમ દરમિયાન સ્કૂલના બાળકો સાથે પુશ અપ્સ કરતાં જાેવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. રાહુલ ગાંધી તાઈક્વાડોમાં બ્લેક બેલ્ટ મેળવેલો છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. ૫૮ વર્ષીય પીયૂષ ગોયલે અનેક વાર ફિટનેસ અને યોગને સાર્વજનિક મંચ પર પ્રમોટ કર્યા છે. ૫૩ વર્ષીય દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોતાને સ્વસ્થ રાખવા માટે યોગ અને ચાલવાનું પસંદ કરે છે. તે પોતાના બંગલા પર હંમેશા યોગ કરે છે. યોગ દિવસ પર કેજરીવાલ દર વર્ષે લોકોને ફિટ રહેવા વ્યાયામ અને યોગ કરવાની સલાહ આપે છે. રમત મંત્રી કિરણ રિજિજૂ પણ દરરોજ યોગ અને વ્યાયામ કરે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ અવારનવાર યોગ કરતાં ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે. કિરણ રિજિજૂ સવારે દરરોજ યોગા કરવાનું પસંદ કરે છે. તેમને સાઈકલ ચલાવવી પણ બહુ પસંદ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન પણ ૬૭ વર્ષની ઉંમરમાં પોતાને સ્વસ્થ રાખવા માટે દરરોજ યોગ કરે છે. હર્ષવર્ધનને યોગ ઉપરાંત સાઈકલ ચલાવવી પણ પસંદ છે. દિલ્લીના રસ્તા પર સ્વાસ્થ્ય મંત્રીને સાઈકલ ચલાવતાં અનેક વાર જાેવામાં આવ્યા છે. તે સિવાય રાત્રિના સમયે તે ચાલવાનું પસંદ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/