fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે શિવસેનામાં ભંગાણ કરવાના મૂડમાં, મહારાષ્ટ્રના શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ઘણા ધારાસભ્યો સાથે સુરતમાં આવી પહોંચ્યા

એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જાેકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બે વર્ષ પહેલા શિવસેનાએ નવેમ્બર ૨૦૧૯માં બીજેપીથી અલગ થવાનો અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવવાનો ર્નિણય કર્યો તો એકનાથ શિંદે પાસે શિવસેના ધારાસભ્ય દળના નેતા બનવાની તક હતી. હાલ એકનાથ શિંદે મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે.મહારાષ્ટ્રમાં શિવસેના અને ઉદ્ધવ ઠાકરે સરકાર પર એક મોટું સંકટ સામે આવી રહ્યું છે. મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના ઘણા ધારાસભ્યોનો પાર્ટી હાઇકમાન્ડ સાથે સંપર્ક થઇ રહ્યો નથી. રાતો રાત એકનાથ શિંદે ચર્ચામાં આવી ગયા છે. અમે તમને જણાવી રહ્યા છે કે એકનાથ શિંદે કોણ છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનો કેવો દબદબો છે.

એકનાથ શિંદેનો જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૬૪ના રોજ થયો હતો. એકનાથ શિંદે શરૂઆતથી જ શિવસેના સાથે જાેડાયેલા રહ્યા છે. એકનાથ શિંદેને સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના માનવામાં આવતા હતા અને તેમને માતોશ્રી ના વફાદાર કહેવામાં આવતા હતા. માતોશ્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવાસસ્થાન છે. ૧૯૭૦-૮૦ના દશકમાં મહારાષ્ટ્રમાં બાલાસાહેબ ઠાકરેનો ઘણો પ્રભાવ હતો. એકનાથ શિંદે તેમનાથી પ્રભાવિત હતા. ૧૯૮૦ના દાયકામાં શિવસેનામાં સામેલ થયા અને તેમને કિસાન નગર શાખાના પ્રમુખ બનાવ્યા હતા. ત્યારથી તે પાર્ટી દ્વારા સામાજિક અને રાજનીતિક મુદ્દાને લઇને ઘણા આંદોલનમાં સૌથી આગળ રહ્યા હતા. ૧૯૯૭માં એકનાથ શિંદેને શિવસેનાએ ઠાણે નગર નિગમની ચૂંટણીમાં કોર્પોરેટરની ટિકિટ આપી હતી. તેમણે ભારે મતોથી જીત મેળવી હતી. ૨૦૦૪માં તેમને બાલાસાહેબ ઠાકરેએ ઠાણે વિધાનસભા ચૂંટણી લડવાની તક આપી હતી અને ભારે મતોથી વિજયી બન્યા હતા. ૨૦૧૪માં એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાના રુપમાં પસંદ થયા હતા. તે મહારાષ્ટ્ર વિધાનસભામાં સતત ૪ વખત ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં ચૂંટાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/