fbpx
રાષ્ટ્રીય

સંયુક્ત રાષ્ટ્રે ઉદયપુર હત્યા કેસમાં પોતાનું નિવેદન આપ્યું

ભારતના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કરવામાં આવી. નુપુર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા હતા જેમને પછી સસ્પેન્ડ કરી દેવાયા. તેમણે કથિત રીતે પયગંબર મોહમ્મદ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. કથિત રીતે હત્યાની જવાબદારી લેતા એક વીડિયો પોસ્ટ કરનારા બે લોકોની પછી ધરપકડ કરાઈ. નુપુર શર્મા ઉપર પણ ઝૂબેરની જેમ જ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. જાે કે વિભિન્ન ધર્મો સંબંધિત છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રાજસ્થાનના ઉદયપુરમાં એક હિન્દુ વ્યક્તિની હત્યા બાદ તમામ ધર્મો માટે પૂર્ણ સન્માનનું આહ્વાન કર્યું. ભારતમાં ધાર્મિક તણાવ અને મંગળવારની હત્યા વિશે એક સવાલના જવાબમાં ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે અમે તમામ ધર્મો માટે પૂર્ણ સન્માન અને દુનિયાભરમાં એ સુનિશ્ચિત કરવા માટે કહીએ છીએ જેથી કરીને વિભિન્ન સમુદાય સદભાવ અને શાંતિથી રહી શકે.

જેના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ છે તે પત્રકાર મોહમ્મદ ઝૂબેરની ધરપકડ પર પૂછવામાં આવતા દુજારિકે કહ્યું કે દુનિયાભરમાં કોઈ પણ સ્થળ પર એ ખુબ મહત્વપૂર્ણ છે કે લોકોને સ્વતંત્ર રીતે પોતાની જાતને વ્યક્ત કરવાની મંજૂરી મળે, પત્રકારોને પોતાને વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવે. સ્વતંત્ર રીતે અને કોઈ પણ ઉત્પીડનની ધમકી વગર. બુધવારે તેમને એ સ્પષ્ટ કરવાનું કહેવાયું હતું કે શું તે બધા ધર્મો વિશે પત્રકારોની ટિપ્પણીઓ પર લાગૂ થાય છે અને શું તે તમામ ધર્મોના સન્માનના આહ્વાન સાથે છે. તેમણે કહ્યું કે અમે અભિવ્યક્તિના મૌલિક અધિકારોમાં વિશ્વાસ કરીએ છીએ. પત્રકારોએ પોતાને વ્યક્ત કરવા માટે તે જરૂરી છે.

અન્ય સમુદાયો અને અન્ય ધર્મોનું સન્માન કરવાની મૂળભૂત જરૂરિયાતમાં પણ વિશ્વાસ કરીએ છીએ. મીડિયાની સ્વતંત્રતા પર અન્ય એક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું કે પ્રેસની સ્વતંત્રતા દુનિયાભરમાં ૧૯૩ સભ્ય દેશોમાં લાગુ છે અને તે સિદ્ધાંત અપરિવર્તિત અને અડિગ રહે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ મંગળવારે સુરક્ષા પરિષદમાં એક વીડિયો નિવેદનમાં કહ્યું હતું કે રશિયન સેનાના કાર્યોને યોગ્ય ઠેરવનારા પત્રકારોને દંડ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/