fbpx
રાષ્ટ્રીય

મુખ્યમંત્રી ત્રણ પ્રકારના હોય છે : શશિ થરુર

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા તેનાથી સૌને આશ્ચર્ય થયુ. રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે એવુ માનવામાં આવતુ હતુ કે ભાજપ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવી શકે છે પરંતુ પાર્ટીએ શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એવુ માનવામાં આવે છે કે ભાજપના આ ર્નિણય પાછળની યોજના પોતાના હિતની રક્ષા કરવાની છે. પાર્ટી મહત્વપૂર્ણ મંત્રાલયો પોતાની પાસે રાખશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે રાજ્યમાં આ તમામ રાજકીય ઉથલપાથલ પર કટાક્ષ કર્યો છે. શશિ થરૂરે વ્યંગકાર શરદ જાેશીની લાઈનોને ટિ્‌વટર પર શેર કરીને કટાક્ષ કર્યો હતો. શશિ થરૂરે લખ્યુ કે ત્રણ પ્રકારના મુખ્યમંત્રી હોય છે, ચૂંટાયેલા મુખ્યમંત્રી, પ્લાન્ટેડ મુખ્યમંત્રી અને ત્રીજા જે આ બંને વચ્ચેની લડાઈમાં બને છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપે ખોટી રીતે સત્તા હાંસલ કરી છે. પૈસા અને સત્તાના આધારે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને હટાવી દીધી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે ભાજપ રાજ્યોમાં સત્તા મેળવવા માંગે છે, તે અહીં ચૂંટાયેલી સરકારને પછાડે છે, તે લોકોની સેવા કરવાને બદલે સરકારને પછાડવામાં માને છે. જયરામ રમેશે કહ્યુ કે અમે ભાજપની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. પાર્ટીએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને પતન કરી છે, તે માત્ર લોકશાહીનુ જ અપમાન નથી પરંતુ ભાજપની વિચારધારા વિરુદ્ધ મતદાન કરનારા લોકોનુ પણ અપમાન છે. પૈસા અને સત્તાના જાેરે ભાજપ અલોકતાંત્રિક રીતે રાજ્યોની સરકાર હડપ કરી રહી છે. મોદી-શાહની જાેડી કોઈપણ ભોગે સત્તા કબજે કરવા માંગે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સરકાર ચલાવવા માંગે છે. મહારાષ્ટ્રમાં જે બન્યુ તે ભારતીય લોકતંત્ર માટે શરમજનક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/