fbpx
રાષ્ટ્રીય

શિંદે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, ૧૬૪ મત મળ્યાં

એકનાથ શિંદેની નેતૃત્વવાળી મહારાષ્ટ્રમાં રચાયેલી નવી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતનો આંકડો પાર કરી લીધો છે. એકનાથ શિંદેને પોતાના પક્ષ તરફી ૧૬૪ મત મળ્યા છે. હવે વિપક્ષી બેન્ચથી વિશ્વાસ મતની વિરુદ્ધ મતની ગણતરી કરવામાં આવશે. એકનાથ શિંદે સરકારે વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન બહુમત સાબિત કરી દીધુ છે. વિધાનસભામાં ૧૬૪ ધારાસભ્યોએ તેનુ સમર્થન કર્યુ છે. સ્પીકરનો વોટ કાઉન્ટ કરવામાં આવ્યો નથી, નહિ તો આ આંકડો ૧૬૪ થઈ જાત. હવે વિરોધમાં વોટિંગ શરૂ થઈ છે. જાેકે, નવા બાગી સંતોષ બાંગરે પણ શિંદે સરકારના સમર્થનમાં વોટ કર્યો છે. તો કોંગ્રેસના ૫ ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં ગેરહાજર રહ્યાં. એકનાથ શિંદેને વિધાનસભામાં બહુમત માટે ૧૪૫ ના આંકડાની જરૂર હતી, તે માટે ૧૪૫ ધારાસભ્યો સાથે આવે તે જરૂરી હતી. પરંતુ તેમને તે કરતા વધુનુ સમર્થન મળ્યુ છે.

એકનાથ શિંદેને ૧૬૪ વોટ મળ્યા છે. તો વિપક્ષને માત્ર ૯૯ વોટ મળ્યા છે. શિંદે સરકારે રવિવારે થયેલા વિધાનસભા સ્પીકરના ઈલેક્શનમાં મળેલા સમર્થનના આંકડાને એકવાર ફરીથી પાર કરી લીધો છે. શિંદે સરકારે ૧૬૪ વોટની સાથે બહુમત સિદ્ધ કર્યુ છે. આજે વધુ બે ધારાસભ્યો શિંદે સરકારના સમર્થનમાં આવ્યા છે. જેમાં શ્યામસુંદર શિંદે અને સંતોષ બાંગરનુ નામ સામેલ છે. તો મહાવિકાસ અઘાડીના બે મોટા મંત્રી અશોક ચવ્હાણ અને વિજય વડેટ્ટીવાર સમયસર વિધાનસભા ન પહોંચી શકવાને કારણે વોટિંગ કરી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, શિંદેની નેતૃત્વવાળી સરકારે ૩૧ મહિના જૂના મહાવિકાસ અઘાડી સરકારને પાડી નાંખી છે. તેમણએ ૩૦ જૂનના રોજ શપથ ગ્રહણ કર્યા હતા અને આજે બહુમત સાબિત કર્યુ છે.

ઉદ્ધવ ઠાકરેના જૂથના વધુ એક વિધાયકે ફ્લોર ટેસ્ટ પહેલા બળવો પોકાર્યો હોય તેવું લાગે છે. કારણ કે શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાયકો સાથે જાેવા મળ્યા છે. તેઓ શિંદે જૂથના વિધાયકો સાથે આજે સવારે હોટલ છોડતા જાેવા મળ્યા અને તેમની સાથે જ વિધાનસભા પહોંચ્યા છે. ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ રવિવારે એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી. તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતા તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી છે. આ સાથે જ સુનિલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દેવાયા છે. ત્યારબાદ ઉદ્ધવ જૂથ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જાે તેઓ નવા ચીફ વ્હિપનો આદેશ ન માને તો તેમના વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/