fbpx
રાષ્ટ્રીય

વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મની નહીં પરંતુ દેશની સમસ્યા : મુખ્તાર અબ્બાસ નકવી

પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ‘પુષ્કળ વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મની નહીં, પરંતુ દેશની સમસ્યા છે. તેને જાતિ, ધર્મ સાથે જાેડવી યોગ્ય નથી.’ અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હાલમાં જ કહ્યું હતું કે વસ્તી નિયંત્રણ કાર્યક્રમ સફળતાથી આગળ વધે, પરંતુ ડેમોગ્રાફિક અસંતુલનની સ્થિતિ પણ પેદા ન થઈ જાય. વિશ્વ વસ્તી દિવસના અવસરે ‘વસ્તી સ્થિરતા પખવાડિયુ’ ની શરૂઆત કરતા સીએમ યોગીએ કહ્યું કે જ્યારે આપણે પરિવાર નિયોજનની વાત કરીએ તો આપણે ધ્યાન રાખવું પડશે કે વસ્તી નિયંત્રણ કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધે પરંતુ જનસંખ્યા અસંતુલનની સ્થિતિ પણ પેદા ન થઈ જાય. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેની ધાર્મિક ડેમોગ્રાફી ઉપર પણ ખરાબ અસર પડે છે. અવ્યવસ્થા અને અરાજકતા શરૂ થઈ જાય છે.

આથી જ્યારે આપણે વસ્તી નિયંત્રણની વાત કરીએ ત્યારે તે બધા માટે અને જાતિ, ધર્મ, ભાષા કે વિસ્તાર પર એક જેવી હોવી જાેઈએ. વસ્તી વિસ્ફોટ અંગે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું કહેવું છે કે કોઈ એક ધર્મને વસ્તી વિસ્ફોટ સાથે સાંકળવો યોગ્ય નથી. વધતી વસ્તી સમગ્ર દેશની સમસ્યા છે. જાે કે આ અગાઉ સોમવારે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે એવું ન થાય કે કોઈ વર્ગની વસ્તી વધવાની સ્પીડ મૂળ રહીશો કરતા વધુ હોય. તેમણે કહ્યું હતું કે આ એક ચિંતાનો વિષય એવા દરેક દેશ માટે છે જ્યાં વસ્તી અસંતુલનની સ્થિતિ પેદા થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/