fbpx
રાષ્ટ્રીય

વિશ્વના આ નેતાઓ દેશ છોડીને ભાગ્યા હતા ચાલો જાણીએ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડી દીધો છે. તે માલદીવ નાસી ગયા છે. રાજીનામું આપ્યા વિના ભાગી જતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેની પહેલાં ગોટાબાયા રાજપક્ષેએ ૧૩ જુલાઈએ રાજીનામું આપવાની વાત કહી હતી. પરંતુ તે રાજીનામું આપ્યા વિના દેશ છોડીને નાસી ગયા. જેનાથી હવે શ્રીલંકામાં નવું રાજકીય સંકટ ઉભું થયું છે. ૧૯૪૮માં આઝાદ થયેલું શ્રીલંકા પોતાના અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ખાવા-પીવાનો સામાન અને દવા જેવી પાયાની જરૂરિયાતોની તંગી છે.

(૧.)વિક્ટર યાનુકોવિચ, યુક્રેનઃ ફેબ્રુઆરી ૨૦૧૦માં યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં વિક્ટર યાનુકોવિચની જીત થઈ.યાનુકોવિચે રશિયાની સાથે સાથે યુરોપિયન યૂનિયનની સાથે સારા સંબંધ બનાવવાનો વાયદો કર્યો. નવેમ્બર ૨૦૧૩માં યુરોપિયન યુનિયનની યુક્રેન સાથે એક સમજૂતી થવાની હતી. પરંતુ યાનુકોવિચ તેમાંથી હટી ગયા. તેના પછી યુક્રેનમાં વિદ્રોહ શરૂ થઈ ગયો. આ દરમિયાન યાનુકોવિચ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪માં યુક્રેનની સંસદમાં યાનુકોવિચને પદ પરથી હટાવવા પર મતદાન થયું. તેમાં ૪૪૭માંથી ૩૨૮ સભ્યોએ તેમને હટાવવાના પક્ષમાં મત આપ્યો. પરંતુ તેની પહેલાં જ યાનુકોવિચ દેશ છોડીને ભાગી ગયા હતા.

(૨.)રઝા શાહ પહલવી, ઈરાનઃ ઈરાનમાં પહલવી વંશનું શાસન ચાલી રહ્યું હતું. ૧૯૪૯માં ઈરાનનું નવું બંધારણ લાગુ થયું. તે સમયે દેશના રાજા હતા રઝા શાહ પહલવી. ૧૯૫૨માં મોહમ્મદ મોસદ્દિક પ્રધાનમંત્રી બન્યા. પરંતુ ૧૯૫૩માં તેમની ખુરશી છીનવાઈ ગઈ અને તેના પછી શાહ પહલવી દેશના સર્વેસર્વા બની ગયા. આ તખ્તાપલટ લોકોને પસંદ ના આવી. લોકોની નજરોમાં રઝા પહલવી અમેરિકાની કઠપૂતળી બની ગયા હતા. તે સમયે શાહ પહલવીના વિરોધી નેતા હતા આયોતલ્લાહ રુહોલ્લાહ ખૌમેની. ૧૯૬૪માં શાહ પહલવીએ ખૌમેનીને દેશનિકાલ આપી દીધો. સપ્ટેમ્બર ૧૯૭૮માં ઈરાનમાં શાહ પહલવી સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા.લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તેને ઈસ્લામિક ક્રાંતિ પણ કહેવામાં આવે છે. ૧૬ જાન્યુઆરી ૧૯૭૯માં શાહ પહલવી પોતાના પરિવારની સાથે ઈરાન છોડીને અમેરિકા ચાલ્યા ગયા,. ફેબ્રુઆરી ૧૯૭૯માં ખૌમેની ફ્રાંસથી ઈરાન પાછા ફર્યા.

(૩.)પરવેઝ મુશર્રફ, પાકિસ્તાનઃ ૨૦૧૩ની ચૂંટણીમાં જીત પછી નવાઝ શરીફની પાર્ટી ॅદ્બઙ્મ-દ્ગ સત્તામાં આવી. નવાઝ શરીફ પ્રધાનમંત્રી બન્યા. શરીફ સરકારે મુશર્રફ પર દેશદ્રોહનો કેસ કર્યો. ૩૧ માર્ચ ૨૦૧૪માં મુશર્રફને આરોપી બનાવવામાં આવ્યા. તેની વચ્ચે ૧૮ માર્ચ ૨૦૧૬માં મુશર્રફ સારવાર માટે દુબઈ જતા રહ્યા, ત્યારથી પાછા ફર્યા જ નહીં. મુશર્રફ હાલમાં દુબઈમાં છે. અને તેમની તબિયત બહુ ખરાબ છે.

(૪.)નવાઝ શરીફ, પાકિસ્તાન પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને બે વખત દેશ છોડવો પડ્યો. પહેલીવાર તેમને ૧૯૯૯માં કારગિલ યુદ્ધ પછી દેશ છોડવો પડ્યો હતો. કારગિલ યુદ્ધ પછી નવાઝ શરીફ તત્કાલીન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફને હટાવવા માગતા હતા. મુશર્રફને તેની માહિતી મળી ગઈ. તેમના વફાદારોએ નવાઝ શરીફને નજરકેદ કરી લીધા અને જેલમાં પૂરી દીધા. પછી નવાઝ શરીફને ૧૦ વર્ષ માટે સઉદી અરબ મોકલી દેવામાં આવ્યા. ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટના આદેશ પર શરીફ પોતાના પરિવારની સાથે પાકિસ્તાન આવ્યા. ૨૦૧૩માં શરીફ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા. પનામા પેપર લીકમાં તેમનું નામ સામે આવ્યા પછી મુશ્કેલી વધી ગઈ. સુપ્રીમે શરીફ પર આજીવન કોઈપણ સરકારી પદ પર આવવાની રોક લગાવી. ૨૦૧૮માં તેમને આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં ૧૦ વર્ષની સજા સંભળાવી, જાેકે શરીફ સઉદી ચાલ્યા ગયા. શરીફ હજુ પણ પાકિસ્તાનની બહાર જ છે.

(૫.)અશરફ ગની, અફઘાનિસ્તાનઃ ગયા વર્ષે અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું. તેના પછી ત્યાં તાલિબાને ધીમે-ધીમે કરીને કબજાે કરવાનું શરૂ કરી દીધું. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના દિવસે તાલિબાનીઓએ અફઘાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજાે કરી લીધો. અને તેની સાથે જ ત્યાં તાલિબાનનું શાસન શરૂ થઈ ગયું. તાલિબાનીઓના રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસતાં પહેલાં જ ત્યાંના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો. તે સંયુક્ત આરબ અમીરાત ભાગી ગયા હતા. બીજા દિવસે તેમણે અફઘાનિસ્તાનના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જાે તે ત્યાંથી ન ગયા હોત તો બહુ લોહી વહ્યું હોત.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/